ભગવાન રામના શરણમાં કોંગ્રેસ, અમિત ચાવડાનો આણંદમાં ક્ષત્રિય કાર્ડ, જાણો શું કહ્યું?

ભગવાન રામના શરણમાં કોંગ્રેસ, અમિત ચાવડાનો આણંદમાં ક્ષત્રિય કાર્ડ, જાણો શું કહ્યું?

04/01/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભગવાન રામના શરણમાં કોંગ્રેસ, અમિત ચાવડાનો આણંદમાં ક્ષત્રિય કાર્ડ, જાણો શું કહ્યું?

રાજકોટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જ્યાં ક્ષત્રિય સમાજના અપમાન પર ઘેરાયેલા છે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ક્ષત્રિય કાર્ડ ખેલ્યો છે. આણંદ લોકસભા ચૂંટણી લડી રહેલા અમિત ચાવડાએ પોતાને ક્ષત્રિય બતાવતા કહ્યું કે, ભગવાન પ્રભુ શ્રીરામના પહેલા આશીર્વાદ તેમને જ મળશે. આણંદ સીટ પર અમિત ચાવડાનો મુકાબલો ભાજપાના હાલના સાંસદ મિતેશ પટેલ સાથે છે. પાર્ટીએ પાટીદાર સમુદાયથી આગામી મનીષ પટેલને રીપિટ કર્યા છે, તો કોંગ્રેસે આણંદની સીટ પર કબજો કરવા માટે હેવિવેટ દાવ ચાલતા અમિત ચાવડાને ઉતાર્યા છે.


મને મળશે પહેલા આશીર્વાદ:

મને મળશે પહેલા આશીર્વાદ:

અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ભગવાન શ્રીરામ ક્ષત્રિય કુળના હતા. અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળથી છે. એવામાં ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ જો કોઈને મળશે તો તે અમિત ચાવડાને મળશે. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકતી નથી. કોંગ્રેસનો પ્રયાસ છે કે રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરતી રોકવામાં આવે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની રાજકોટથી ઉમેદવારી પરત લેવાની માંગ કરી રહ્યો છે તો હવે કોંગ્રેસના સીનિયર નેતાએ ચૂંટણીઓમાં ભગવાન રામની એન્ટ્રી કરાવતા ક્ષત્રિય કાર્ડ ચાલ્યો છે.


અત્યાર સુધી નથી હાર્યા અમિત ચાવડા:

અત્યાર સુધી નથી હાર્યા અમિત ચાવડા:

અમિત ચાવડા આણંદ જિલ્લાના આંકલાવના રહેવાસી છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા અમિત ચાવડા અત્યાર સુધી કોઈ પણ ચૂંટણી હાર્યા નથી. તેઓ 2004માં પહેલી વખત જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેની સાથે જ અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે કેમિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ હાંસલ કર્યું છે. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 સીટો પર જીત મળી હતી. કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં કેટલીક સીટો પર હેવિવેટ દાવ ખેલ્યો છે. તેમઆ આનંદની સીટ પણ સામેલ છે. આણંદની સીટ પર અત્યાર સુધી કોંગ્રેસે 11 અને ભાજપે 4 વખત જીત હાંસલ કરી છે. કોંગ્રેસને છેલ્લી વખત આ સીટ પર 2009માં જીત મળી હતી. ત્યારે પાર્ટીના નેતા ભરત સિંહ સોલંકી સતત બીજી વખત ચૂંટાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top