NPSના ખાતા ધારકો માટે એક અગત્યની જાહેરાત, પેન્શન ફંડ નિયામકે પરિપત્ર જાહેર કરી જણાવી આ જરૂરી વા

NPSના ખાતા ધારકો માટે એક અગત્યની જાહેરાત, પેન્શન ફંડ નિયામકે પરિપત્ર જાહેર કરી જણાવી આ જરૂરી વાત!? જાણો વિગતે

03/20/2024 Business

SidhiKhabar

SidhiKhabar

NPSના ખાતા ધારકો માટે એક અગત્યની જાહેરાત, પેન્શન ફંડ નિયામકે પરિપત્ર જાહેર કરી જણાવી આ જરૂરી વા

'નેશનલ પેન્શન સિસ્ટમ' (NPS)ના ખાતાધારકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. પેન્શન ફંડ નિયામક (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની હાલની લોગિન પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવા નિયમો આગામી તા. 1 એપ્રિલ, 2024 એટલે કે આવતા મહિને નવા નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે. 


જાણકારી આપતો એક પરિપત્ર જાહેર

જાણકારી આપતો એક પરિપત્ર જાહેર

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ માહિતી આપતા જણાવ્યું હતુ કે, તે તેમના સિક્યુરિટી ફીચર્સને વધારવા જઈ રહી છે. હવે NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (CRS) સિસ્ટમમાં લૉગિન કરવા માટે દ્વિ-ફેક્ટર પ્રમાણીકરણ (Two-Factor Authentication)પ્રોસેસ પછી જ લૉગિન કરી શકાશે. પેન્શન ફંડ નિયામકે આ અંગે જાણકારી આપતો એક પરિપત્ર પણ જાહેર કર્યો છે


CRS સિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિક્યુરિટી

CRS સિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિક્યુરિટી

PFRDAએ આ અંગે એક પરિપત્ર જાહેર કરી માહિતી આપી હતી કે, હવે CRS સિસ્ટમમાં લોગિન કરવા માટે વધુ એક સિક્યુરિટી જોડવામાં આવી છે. આ નવો નિયમ આગામી 1 એપ્રિલ 2024થી લાગુ થશે. ત્યાર પછી NPS ખાતાધારકોને યુઝર આઈડી અને પાસવર્ડની સાથે- સાથે આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. તેથી હવે પછી આ OTP દાખલ કર્યા બાદ જ યુઝર્સ તેમની CRA સિસ્ટમમાં લોગિન કરી શકશે. PFRDAએ તેના જારી કરેલા સર્કુલરમાં કહ્યું છે કે, આધાર આધારિત લોગિન ઓથેન્ટિકેશનથી CRAમાં લોગિન કરવું વધારે સુરક્ષિત રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top