પદયાત્રા પર નીકળ્યા અનંત અંબાણી, દરરોજ ચાલે છે આટલા કિલોમીટર, બતાવ્યું તેનું શું છે કારણ
દેશના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખત તેઓ પદયાત્રાને કારણે ચર્ચામાં છે, જેની શરૂઆત તેમણે જામનગરથી દ્વારકા સુધી કરી છે. પદયાત્રાના 5 દિવસ પસાર થઇ ગયા છે અને દરરોજ રાત્રે તે પગપાળા ઘણા કિલોમીટરની યાત્રા કરી રહ્યા છે અને આ રસ્તામાં પડતા મોટા મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન, તેમણે યુવાનોને પણ એક વિશેષ સંદેશ આપ્યો છે.
અંબાણી પરિવારને ભગવાન શ્રી દ્વારકાધીશમાં ખૂબ વિશ્વાસ છે અને પરિવારમાં કોઈ શુભ કાર્ય પહેલાં, આખો પરિવાર તેમના દર્શને જાય છે. અનંત અંબાણીનો જન્મદિવસ પણ આ મહિનામાં છે અને તે પહેલાં તેમણે જામનગરથી દ્વારકા સુધી પોતાની પદયાત્રા શરૂ કરી દીધી છે. અનંત અંબાણી દરરોજ રાત્રે પોતાની ઝેડ પ્લસ સુરક્ષા અને સ્થાનિક પોલીસ સાથે લગભગ 10-12 કિમી ચાલે છે અને રસ્તામાં મોટા મંદિરોના દર્શન કરે છે.
અનંત અંબાણીની પદયાત્રાના 5 દિવસ પસાર થઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં તેમણે 60 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે. યાત્રા દરમિયાન, અનંત અંબાણીને વિશ્વાનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડાત્રામાં સંસ્કૃત શ્લોકો સાથે ઋષિકુમાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના જન્મદિવસ અગાઉ, અનંત અંબાણી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માગે છે. અનંત અંબાણીનો જન્મદિવસ 10 એપ્રિલના રોજ છે.
અનંત અંબાણીનો આ મહિનામાં જન્મદિવસ છે અને તે પહેલાં તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માગે છે. આ સિવાય, તેમની યાત્રા દરમિયાન, તેમણે કહ્યું કે, હું સનાતન પર વિશ્વાસ રાખવા માટે યુવાનોને સંદેશ આપવા માગુ છું. ભગવાનના આશીર્વાદથી શક્તિ મેળી છે અને હું 5 દિવસથી ચાલી રહ્યો છું અને આગામી 5 દિવસમાં દ્વારકાધીશ મંદિરમાં પહોંચીને દર્શન કરીશ.
અનંત અંબાણીએ કહ્યું કે, 'મારી પદયાત્રા ચાલી રહી છે, જામનગર અમારા ઘરથી દ્વારકા સુધી. અમારા પર આશીર્વાદ રહે અને શ્રીજી બાબા, દ્વારકાધીશના આશીર્વાદ મળી રહે. અમે 5 દિવસમાં દ્વારકા પહોંચી જઇશું. અમે પ્રથમ વખત આ યાત્રા કરી રહ્યા છીએ. દ્વારકાધીશને પ્રાર્થના છે કે બધા યુવાનોએ ભગવાન પ્રત્યેના પ્રેમનો આદર રાખવો જોઈએ, સનાતનમાં પ્રેમ રાખવો જોઈએ. યુવાનોને એક સંદેશ છે કે બધા શ્રીજી બાબાના આશીર્વાદથી આગળ વધે. ભગવાન છે તો ચિંતા ન કરો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp