દુ:ખદ સમાચાર..'ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી મૃત્યું..! સુરત મનપામાં..' પરિવારજનોમાં શોકની

દુ:ખદ સમાચાર..'ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી મૃત્યું..! સુરત મનપામાં..' પરિવારજનોમાં શોકની લાગણી

03/23/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દુ:ખદ સમાચાર..'ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી મૃત્યું..! સુરત મનપામાં..' પરિવારજનોમાં શોકની

સુરત મહાનગરપાલિકાનાં ભાજપનાં કોર્પોરેટર ગેમર દેસાઈ કોર્પોરેશનમાં કામ અર્થે આવ્યા હતા. જે બાદ અચાનક તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.  હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. અચાનક જ કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.


કોર્પોરેટર તરીકે ત્રીજીવાર ચૂંટાયા હતા

કોર્પોરેટર તરીકે ત્રીજીવાર ચૂંટાયા હતા

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ભાજપ કોર્પોરેટર ગેમર દેસાઈનું આજે શનિવારે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. સવારે ઘરેથી તૈયાર થઈને બહાર નીકળતા જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ગેમર દેસાઈ ભાજપના કોર્પોરેટર તરીકે ત્રીજીવાર ચૂંટાયા હતા. ગેમર દેસાઇ મૂળ મહેસાણા નજીક આવેલા સિધ્ધપુરના વતની હતા, તેમના મૃતદેહને મહેસાણા લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


એટેકનું લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરો

એટેકનું લક્ષણ જણાય તો ડોક્ટરનો સંપર્ક કરો

જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરી તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


હાર્ટ એટેકનાં લક્ષણો

હાર્ટ એટેકનાં લક્ષણો

ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top