પાકિસ્તાન વાળા 17 અબજ રૂપિયા ખર્ચવા તૈયાર, તેમ છતાં જય શાહે Champions Trophyમાં રમવા માટે શરત મૂકી! ‘હાઈબ્રિડ મોડેલ અપનાવાશે?
Champions Trophy: આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ પડોશી દેશમાં જશે કે કેમ તેના પર સૌની નજર છે? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય!
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમના પાકિસ્તાન જવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ICCને દુબઈ અથવા શ્રીલંકામાં મેચ યોજવા માટે કહી શકે છે. જાણવા મળે છે કે આ પહેલા ગયા વર્ષે એશિયા કપનું પણ હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની તમામ મેચો શ્રીલંકામાં યોજાઇ હતી.
બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી, પરંતુ આ અંગે અંતિમ નિર્ણય સરકાર લેશે. આવી સ્થિતિમાં હાઇબ્રિડ મોડલ પર કામ કરવામાં આવશે. એશિયા કપની જેમ ભારત તેની મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE) અથવા શ્રીલંકામાં રમી શકે છે. જો કે, આ અંગે આઈસીસી નિર્ણય લેશે, પરંતુ હાલમાં અમે આ વિશે જ વિચારી રહ્યા છીએ. હાલમાં એવું લાગે છે કે તે માત્ર હાઇબ્રિડ મોડલના આધારે જ રમવામાં આવશે.
1996 પછી આ પ્રથમ વખત બનશે જ્યારે પાકિસ્તાન કોઈ મોટી ICC ટૂર્નામેન્ટનું આયોજન કરશે, જોકે તેણે 2008માં સમગ્ર એશિયા કપ અને ગયા વર્ષે પણ તેની ધરતી પર સમાન ટુર્નામેન્ટની કેટલીક મેચોની યજમાની કરી હતી. BCCIએ હજુ સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી કે તે રાષ્ટ્રીય ટીમને ICC ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન મોકલશે કે નહીં. તમામની નજર બોર્ડના આ નિર્ણય પર ટકેલી છે.
PCBએ આ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીસીબીએ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં તેના સ્ટેડિયમના નવીનીકરણ માટે લગભગ 17 અબજ રૂપિયા ફાળવ્યા છે. પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ બોર્ડના સભ્યોને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન સંપૂર્ણપણે પાકિસ્તાનમાં કરવામાં આવશે અને આ મહિનાના અંતમાં કોલંબોમાં યોજાનારી આઈસીસીની વાર્ષિક બોર્ડની બેઠકમાં તેના પર વધુ ચર્ચા કરવામાં આવશે.
2012-13 સીઝનથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ભારતીય ટીમે 2008 પછી ક્યારેય પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. ગત વર્ષે તત્કાલીન કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદને અટકાવે નહીં ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી શરૂ નહીં કરે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp