મહારાષ્ટ્રમાં મુશ્કેલીમાં ફસાઇ BJP, એકનાથ શિંદેએ નાયબ મુંખ્યમંત્રની ઓફર ફગાવી
Eknath Shinde rejects offer of Deputy Chief Minister: મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો આવ્યા તેના 4 દિવસ વીતી ગયા છે. આ દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. એવામાં મુખ્યમંત્રી પદનો નિર્ણય ભાજપના નિરીક્ષકો લેશે. જો કે હજુ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી નથી. BJP હાઈકમાન્ડે શિંદેને સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે મુખ્યમંત્રી પદ તેમની પાર્ટી પાસે જ રહેશે. જ્યારે BJPએ શિંદેને 2 ઓફર આપી હતી- પ્રથમ કેન્દ્રીય મંત્રી તરીકે અને બીજી નાયબ મુખ્યમંત્રી તરીકે.
મળતી માહિતી પ્રમાણે, એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીની ઓફર ફગાવીને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ અગાઉ અજીત પવારે ભાજપના ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની હિમાયત કરી હતી. જોકે, પવારની પલટું છબીના કારણે ભાજપ શિવસેનાને જ સાધીને ચાલી રહી છે. તે શિંદેને આંખ દેખાડવા માગતી નથી કારણ કે શિંદે પાસે 9 સાંસદો પણ છે જે કેન્દ્રમાં મોદી સરકારને જાળવી રાખવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.
એકનાથ શિંદેએ મંગળવારે મુંબઈમાં 2-3 કાર્યક્રમોમાં હાજરી આપી હતી, પરંતુ તેમણે મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું. અગાઉ શિવસેનાના નેતાઓ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની સતત હિમાયત કરી રહ્યા હતા, પરંતુ ભાજપે નારાજગી વ્યક્ત કર્યા બાદ શિંદે સમર્થકોએ પલટી મારી લીધી હતી. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે શિંદેના સમર્થકો ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સાથે સહમત થશે.
સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદે ઉદય સામંતને નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. ઉદય સામંત કોંકણની રત્નાગીરી સીટના ધારાસભ્ય છે. તેઓ શિંદેના વિશ્વાસુ નેતાઓમાંથી એક છે. એ સિવાય શિંદે પોતાના પુત્ર શ્રીકાંતને પણ નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે. તેઓ પોતાની સીટ પરથી ચૂંટણી લડાવી શકે છે અને પુત્રની ખાલી પડેલી સીટ પરથી સાંસદ તરીકે ચૂંટણી લડીને કેન્દ્રમાં મંત્રી બની શકે છે. જો કે આ બધું આજે સ્પષ્ટ થશે.
એકંદરે, ભાજપ મહારાષ્ટ્રના રાજકારણમાં કિંગ તરીકે ઉભરી આવી છે પરંતુ મુખ્યમંત્રી ચહેરાને લઈને તણાવ વધ્યા બાદ, તે દરેક પગલા સાવચેતીથી લઈ રહી છે. ભાજપ પણ સામ-દામ, દંડ-ભેદના માધ્યમથી કેન્દ્રની મોદી સરકાર પણ બચાવવા માગે છે અને મહારાષ્ટ્રની સત્તામાં પણ રાજા બનીને રહેવા માગે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp