Jammu and Kashmir Assembly Election 2024: જ્યાં 70 ટકાથી વધુ મુસ્લિમ, ત્યાં જીત્યા ભાજપના ઉમેદવ

Jammu and Kashmir Assembly Election 2024: જ્યાં 70 ટકાથી વધુ મુસ્લિમ, ત્યાં જીત્યા ભાજપના ઉમેદવાર, પિતા-કાકાની આતંકવાદીઓએ હત્યા કરી નાખેલી

10/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Jammu and Kashmir Assembly Election 2024: જ્યાં 70 ટકાથી વધુ મુસ્લિમ, ત્યાં જીત્યા ભાજપના ઉમેદવ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને 48 સીટો પર જીત મળી છે અને ભાજપ 29 સીટો પર જીતી છે. અન્યોના ખાતામાં 12 બેઠકો ગઇ છે. પરંતુ મુસ્લિમ બહુઘા વસ્તીવાળી બેઠક કિશ્તવાડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંથી ભાજપના ઉમેદવાર શગુન પરિહાર ચૂંટણી જીત્યા છે. આ જીત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે આ સીટ પર મુસ્લિમોની વસ્તી ખૂબ વધારે છે, તેથી અહીંથી હિન્દુ ઉમેદવાર જીતે તે ભાજપ માટે ખૂબ મહત્ત્વનું છે.


શગુને નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહમદ કિચલૂને હરાવ્યા

શગુને નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહમદ કિચલૂને હરાવ્યા

કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન પરિહારે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહમદ કિચલૂને 521 મતોથી હરાવ્યા હતા. કિશ્તવાડ મુસ્લિમ બહુમતીવાળી બેઠક છે, જ્યાં 70% થી વધુ વસ્તી મુસ્લિમ છે. શગુનનો આ વિજય ઐતિહાસિક છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2018માં શગુન પરિહારના પિતા અને કાકાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. શગુન ઉંમર માત્ર 29 વર્ષ છે.


શગુન કેટલા મતોથી જીત્યા?

શગુન કેટલા મતોથી જીત્યા?

શગુન પરિહારને 29,053 વોટ મળ્યા. કિચલૂને 28,532 વોટ મળ્યા હતા. શગુને કિચલૂને માત્ર 521 મતોથી હરાવ્યા છે. શગુને પોતાની જીત પર પ્રદેશના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે આ જીત માત્ર તેમની જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરના રાષ્ટ્રવાદી લોકોની જીત છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ વિસ્તારની સુરક્ષા માટે કામ કરશે. તેમની પહેલી પ્રાથમિકતા કિશ્તવાડના પડકારોને ખતમ કરવાની રહેશે.

શગુન પરિહારના પિતા અજીત પરિહાર અને કાકા અનિલ પરિહાર જિલ્લા ભાજપના નેતા હતા, પરંતુ 2018માં આતંકવાદીઓએ બંનેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. PM મોદીએ ડોડામાં તેમની રેલી દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આપણી પુત્રી શગુન પરિહારના પિતા અને કાકાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અમે તેમને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ માત્ર ઉમેદવાર નથી, પરંતુ આતંકવાદને ખતમ કરવાના ભાજપના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. તમને જણાવી દઇએ કે શગુન એક શિક્ષિત નેતા છે અને તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top