કોલ કરીને અશ્વેત મહિલાએ માગી હતી મદદ, પોલીસે ઘરમાં ઘૂસીને તેને જ ગોળી મારી દીધી

કોલ કરીને અશ્વેત મહિલાએ માગી હતી મદદ, પોલીસે ઘરમાં ઘૂસીને તેને જ ગોળી મારી દીધી

07/24/2024 World

SidhiKhabar

SidhiKhabar

કોલ કરીને અશ્વેત મહિલાએ માગી હતી મદદ, પોલીસે ઘરમાં ઘૂસીને તેને જ ગોળી મારી દીધી

અમેરિકાથી મોટા ભાગે અશ્વેત લોકો પર અત્યાચાર કરવાના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક અશ્વેત મહિલા સાથે અમેરિકન પોલીસે જે કંઇ પણ કર્યું તેની બાબતે આપણે વિચારી પણ નહીં શકીએ. અશ્વેત મહિલાએ ઇમરજન્સી નંબર 911 પર કોલ કરીને પોલીસ પાસે મદદ માગી હતી. મહિલાએ પોલીસને કોલ પર જણાવ્યું હતું કે, તેના ઘરમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસી આવ્યો છે. પોલીસ મદદ માટે આવી, પરંતુ પોલીસે મહિલાની મદદ કરવાની જગ્યાએ તેને જ મોતને ઘાટ ઉતારી દીધી.


પોલીસે અશ્વેત મહિલાને મારી દીધી ગોળી:

પોલીસે અશ્વેત મહિલાને મારી દીધી ગોળી:

ઘટના અમેરિકાના ઈલિનોય પ્રાંતની છે. જ્યાં એક 36 વર્ષીય અશ્વેત મહિલાને એક પોલીસકર્મીએ 6 જુલાઇના રોજ ગોળી મારી દીધી હતી. મહિલાનું નામ સોનિયા મેસી હતું. મહિલાની ફરિયાદ પર મદદ માટે 2 પોલીસકર્મી તેના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન એ લોકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાબોલી થઈ ગઈ. ત્યારબાદ એ પોલીસકર્મીઓમાંથી એકે એ મહિલાને ગોળી મારી દીધી. આ મામલે પોલીસકર્મીની ધરપકડ કરી લેવામાં આવી હતી.


ઘટનાનો વીડિયો આવ્યો સામે

ઘટનાનો વીડિયો આવ્યો સામે

આ ઘટના સાથે જોડાયેલા 36 મિનિટનો એક બોડી કેમેરા ફૂટેજને સોમવારે જાહેર કરવામાં આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી સીન ગ્રેસન અને બીજો પોલીસકર્મી સોનિયા સાથે વાત કરી રહ્યા છે. થોડા સમય બાદ મહિલા પોતાના રસોડામાં જાય છે અને ત્યાં ગરમ પાણી ભરેલો એક મગ ઉઠાવે છે. તેને જોઈને પોલીસકર્મી પાછળ હટી જાય છે. ત્યારબાદ પોલીસકર્મી મહિલા પર બંદૂક તાણી દે છે. બંને પોલીસકર્મી મહિલાને પાણીથી ભરેલા પોટને નીચે રાખવા કહે છે, પરંતુ મહિલા એમ કરતી નથી. ત્યારબાદ પોલીસકર્મી સીન ગ્રેસના મહિલા પર ગોળીઓ ચલાવી દે છે. ગોળી માર્યા બાદ બીજી પોલીસકર્મી મેડિકલ સર્વિસને બોલાવવા કહે છે, પરંતુ સીન ગ્રેસન તેને એમ કરવાની ના પાડે છે. સીન ગ્રેસન કહે છે મહિલાના માથામાં ગોળી લાગી છે અને તેનું મોત થઈ ચૂક્યું છે. ત્યારબાદ ગ્રેસન ઘર બહાર નીકળીને ઘટનાની જાણકારી સૂચના લૉ ઇન્ફોર્સમેન્ટ અધિકારીને આપે છે અને કહે છે કે એ મહિલા પાગલ હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top