ફ્લાઇટમાં પેસેન્જર-પાયલોટ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, કરાઇ એવી કાર્યવાહી કે આવી ગઇ અક્કલ ઠેકાણે; જુ

ફ્લાઇટમાં પેસેન્જર-પાયલોટ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, કરાઇ એવી કાર્યવાહી કે આવી ગઇ અક્કલ ઠેકાણે; જુઓ વિડીયો

01/07/2023 World

SidhiKhabar

SidhiKhabar

ફ્લાઇટમાં પેસેન્જર-પાયલોટ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, કરાઇ એવી કાર્યવાહી કે આવી ગઇ અક્કલ ઠેકાણે; જુ

વર્લ્ડ ડેસ્ક : ઓસ્ટ્રેલિયાના એક એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલટ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને વચ્ચે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક મુસાફરના કથિત અયોગ્ય વર્તન બાદ ઓસ્ટ્રેલિયન પાયલોટ ગુસ્સે થઈ ગયો હતો. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચેની ઝપાઝપીનો આ વીડિયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે. એરલાઈન અધિકારીઓના જણાવ્યા અનુસાર પેસેન્જર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


પેસેન્જર અને પાયલોટ વચ્ચે ઝપાઝપી

વીડિયોમાં કોકપીટની બહાર મુસાફર અને પાયલટ વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે. આ દરમિયાન અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરની ગેરવર્તનને કારણે પહેલા વિવાદ થયો અને પછી પાયલટ ખૂબ ગુસ્સે થઈ ગયો. બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી.


કોકપિટની બહાર લડાઈ

રિપોર્ટ અનુસાર, વીડિયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે અને કોકપિટની બહાર પેસેન્જર અને પાઈલટ વચ્ચે તણાવ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી છે. દરમિયાન, અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બચાવમાં આવે છે. દરમિયાન બંન્ને વચ્ચેનો ઝઘડો જોવા માટે અનેક મુસાફરો પહોંચી ગયા હતા.


આરોપી મુસાફર પર કાર્યવાહી

આરોપી મુસાફર પર કાર્યવાહી

યાત્રીએ કથિત રીતે પ્લેનમાં સહકાર આપવાનો ઇનકાર કર્યા બાદ પાયલટે પેસેન્જરને બહાર નીકળવા કહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં પેસેન્જરે પ્લેનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. પાછળથી, પાઇલટે સ્ટાફને પોલીસને બોલાવવાનું કહ્યું પછી તે જવા માટે સંમત થયો. એરલાઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિના ખરાબ વર્તનને કારણે તેને દૂર કરવામાં આવ્યો હતો અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. એરલાઈન્સ કંપનીએ કહ્યું છે કે મહેમાનો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને અમે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટ્સ પર કોઈપણ પ્રકારની ગેરવર્તણૂકને સાંખી લઈશું નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top