નવા વર્ષના નવા નિયમો : સામાન્ય માણસના ખિસ્સાને પડી શકે છે અસર

નવા વર્ષના નવા નિયમો : સામાન્ય માણસના ખિસ્સાને પડી શકે છે અસર

01/01/2022 Business

SidhiKhabar

SidhiKhabar

નવા વર્ષના નવા નિયમો : સામાન્ય માણસના ખિસ્સાને પડી શકે છે અસર

આવતીકાલથી વર્ષ બદલાશે તેની સાથે કેટલાક ક્ષેત્રોના નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. આ બદલાતા નિયમો સામાન્ય માણસના ખિસ્સાને અસર કરશે.

નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરીથી એટીએમમાંથી રોકડ ઉપાડવી તેમજ સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ એગ્રીગેટર્સ સર્વિસ અને ઉબર જેવી ટેક્સી રાઇડિંગ સર્વિસ મોંઘી થશે. આ ઉપરાંત કપડા અને ફૂટવેરનો દર સરકાર જો 12 ટકા જાળવી રાખે અથવા ઘટાડીને પણ તે પાંચ ટકા જેટલો ન કરે તો તે પણ મોંઘા થાય તેવી સંભાવના છે.


ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

ATMમાંથી પૈસા ઉપાડવા થશે મોંઘા

નવા વર્ષથી એટલે કે પહેલી જાન્યુઆરીથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. જોકે, મફત માસિક વિડ્રોઅલની સમયમર્યાદા પૂરી થયા પછી આ નિયમ લાગુ પડશે. તેના પર 21 રૂપિયાના ચાર્જ વત્તા GST લાગશે. ગ્રાહક તેના ખાતામાંથી દર મહિને પાંચ વખત મફત ટ્રાન્ઝેક્શન કરી શકશે. મેટ્રો શહેરોમાં અન્ય બેંકના ATM માંથી ત્રણ વખત અને બાકીના શહેરોમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે.


ઇ-કોમર્સ ઓપરેટરો પર વેરાનો બોજ

ઇ-કોમર્સ ઓપરેટરો પર વેરાનો બોજ

ઇ-કોમર્સ ઓપરેટરો જેવા કે, સ્વિગી (Swiggy) અને ઝોમેટો (Zomato) સહિતના પ્લેટફોર્મ પરથી ખાદ્યપદાર્થોનો ઓર્ડર ટૂંક સમયમાં મોંઘો થઈ શકે છે કારણ કે તેઓએ 1 જાન્યુઆરી, 2022થી તમામ રેસ્ટોરન્ટ્સ વતી તેમની દરેક ડિલિવરી પર જીએસટી જમા કરાવવો પડશે. તેમણે તેનું બિલ બનાવવું પડશે. તેનાથી ગ્રાહક પર કોઈ વધારાનો બોજો નહી પડે. કારણ કે હાલમાં રેસ્ટોરન્ટ તો જીએસટી જમા કરાવી રહી છે.


કેબ અને ઓટો સવારી પણ મોંઘી થશે

કેબ અને ઓટો સવારી પણ મોંઘી થશે

ઓલા (Ola), ઉબર (Uber) જેવા એપ એગ્રીગેટર્સ દ્વારા બુક કરાયેલી ઓટો રિક્ષાની સવારી 1 જાન્યુઆરી, 2022 થી વધુ મોંઘી થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે ઓનલાઈન બુક કરાયેલી આ રાઈડ્સ પર 5% GST વસૂલવાનો નિર્ણય લીધો છે. જોકે, આ એપ વગરના વાહનોને આ નિયમ લાગુ નહીં પડે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top