PM મોદી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના ઘરે કેમ ગયા હતા? CJIએ નિવૃત્તિ અગાઉ કારણ આપ્યું
Chief Justice Speaks On PM’s Ganesh Puja Visit Row: દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે પ્રથમ વખત PM નરેન્દ્ર મોદીના ગણેશ પૂજા માટે તેમના ઘરની મુલાકાત પર પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઇએ કે CJI 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે, એ અગાઉ તેમણે જજોને મળતા રાજકારણીઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મીડિયાને આપેલા નિવેદનમાં ચીફ જસ્ટિસે સ્પષ્ટ કહ્યું હતું કે એવી બેઠકોમાં ક્યારેય ન્યાયિક બાબતોની ચર્ચા થતી નથી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે મુખ્યમંત્રીઓ અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો માટે નિયમિત બેઠક યોજવાની પરંપરા છે. આ બેઠકોમાં કોર્ટ બિલ્ડિંગ, જિલ્લાઓમાં ન્યાયાધીશો માટે નવા રહેઠાણોની જરૂરિયાત વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અગાઉ તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. ત્યાં તેઓ રાજ્યના મુખ્યમંત્રીના ઘરે જતા હતા અને મુખ્યમંત્રી પણ તેમના ઘરે આવતા હતા. આ બેઠકોમાં ચર્ચા માટે અલગ-અલગ એજન્ડા પર ચર્ચા થતી હતી. ઉદાહરણ તરીકે, જો રાજ્યમાં 10 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તો તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે? બજેટ શું છે? ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી આ પ્રોજેક્ટ્સની પ્રાથમિકતાઓ જણાવતા હતા.
મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કહ્યું હતું કે રાજકીય વ્યવસ્થા ખૂબ પરિપક્વ છે. આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રી ક્યારેય કોઇ પડતર બાબત વિશે પૂછતા નથી કે વાત કરતા નથી. એ સિવાય 15મી ઑગસ્ટ, 26મી જાન્યુઆરી, લગ્ન, શ્રદ્ધાંજલિ સભા વગેરે દરમિયાન મુખ્યમંત્રી અને મુખ્ય ન્યાયાધીશ એક-બીજાને મળે છે, તેનાથી ન્યાયિક કાર્ય પર કોઇ અસર થતી નથી. લોકો પૂછે છે કે શું ડીલ થઇ રહી છે. જ્યારે આ બેઠકો મજબૂત સંવાદનો ભાગ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp