હવામાન વિભાગની આગાહી, જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી, જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

11/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હવામાન વિભાગની આગાહી, જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ

Gujarat Weather Forecast: ગુજરાતમાં શિયાળાની શરૂઆત ભલે મોડેથી થઈ ગઈ હોય. હવે ગુજરાતમાં સવાર-સાંજ લોકોને ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તો, કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. ગઈ કાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.


ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે

ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું છે

જેમ-જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે બપોરે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક બાદ ઠંડીની અસર વધુ જોવા મળશે. 20-23 નવેમ્બરે ઠંડી વધુ જોવા મળશે. ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવાશે. 6-7 ડિસેમ્બરે ઠંડા પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બરે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. 28 ડિસેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. જો વાદળો રહેશે  તો તાપમાન વધી જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top