એપ્રિલના પહેલા જ દિવસે આવ્યા ગુડ ન્યૂઝ, LPGની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે સ

એપ્રિલના પહેલા જ દિવસે આવ્યા ગુડ ન્યૂઝ, LPGની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે સિલિન્ડર

04/01/2025 Business

SidhiKhabar

SidhiKhabar

એપ્રિલના પહેલા જ દિવસે આવ્યા ગુડ ન્યૂઝ, LPGની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે સ

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત હવે 1762 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતો 1 એપ્રિલ, 2025થી લાગૂ કરી દેવામાં આવી છે. આ ઘટાડા અગાઉ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત 1803 રૂપિયા હતી.


હવે કેટલા રૂપિયામાં મળશે કોમર્શિયલ LPG સિલિન્ડર?

હવે કેટલા રૂપિયામાં મળશે કોમર્શિયલ LPG સિલિન્ડર?

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના આ નિર્ણયથી એવા કરોડો લોકોને રાહત મળશે જેઓ આ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ ઢાબા, રેસ્ટોરાં, હોટલ જેવી જગ્યાઓ પર રસોઈ બનાવવા માટે કરે છે. આજથી અમલમાં આવેલા આ નવા ઘટાડા બાદ, કોલકાતામાં 19 કિલ્લાના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત 1872 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1913 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1714.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1755.50 રૂપિયા હતી અને ચેન્નાઈમાં હવે કોમર્શિયલ ગેસની કિંમત1924 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા 1965 રૂપિયા હતી. ગુજરાતમાં 19 કિલોના કોમર્શિયલ LPG  ગેસ સિલિન્ડરની કિંમત 1,755 રૂપિયાથી 1,906.50 રૂપિયા વચ્ચે છે


દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં સુધારો કરવામાં આવે છે

દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં સુધારો કરવામાં આવે છે

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. કંપનીઓ જરૂરિયાતના આધારે ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કે ઘટાડો કરે છે. કંપનીઓએ છેલ્લી વખત 1 માર્ચે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 6 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે, ઘરોમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા છે. ગુજરાતમાં 14.2  કિલોના ઘરેલું LPG સિલિન્ડરની કિંમત 808.50 રૂપિયા છે, જે ગયા મહિનાની સમાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top