શોએબ અખ્તરના નિવેદન બાદ PCBએ ICC પર લગાવ્યો આ આરોપ, વધી શકે છે વિવાદ
Shoaib Akhtar: ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમે 4 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. ત્યારબાદ આખા દેશમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ બની ગયો હતો. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલને લઇને વિવાદ ઊભો થતો નજરે પડી રહ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પુર્ણાહુતિમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓ ગેરહાજર રહ્યા. જેના પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરે પાકિસ્તાનને ખરું-ખોટું સંભળાવી દીધું. તો હવે શોએબ અખ્તરના નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું પણ નિવેદન સામે આવ્યું છે.
ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, 'ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, પરંતુ ફાઇનલ બાદ PCBનો કોઈ પ્રતિનિધિ હાજર નહોતા.' પાકિસ્તાન યજમાન હતું. મને સમજાયું નહીં કે PCBમાંથી કોઈ ત્યાં કેમ નહોતું. કોઈ ટ્રોફી આપવા માટે કેમ ન આવ્યું, પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ કેમ ન આવ્યું? આ ખરેખર મારી સમજની બહાર છે. આ કેવી રીતે શક્ય બની શકે? ફાઇનલ અને ઇનામ વિતરણમાં યજમાન દેશનું પ્રતિનિધિત્વ ક્યાં હતું? તમારે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તે વર્લ્ડ સ્ટેજ હતું. PCBએ અહીં રહેવું જોઈતું હતું, પરંતુ દુઃખની વાત છે કે મેં કોઈને ન જોયા. મને આ વાતનું ખૂબ દુઃખ છે. તો શોએબ અખ્તરના આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદન પણ સામે આવ્યું છે.
View this post on Instagram A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar)
A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar)
સૂત્રએ જણાવ્યું હતું કે, 'PCBના અધ્યક્ષ મોહસીન નકવી દુબઈ જઈ શક્યા નહીં, કારણ કે તેમને ગૃહમંત્રી તરીકે કેટલાક કામ હતા, પરંતુ PCBના CEOને ફાઇનલ અને ઇનામ વિતરણમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવ્યા હતા. કોઈ કારણોસર અથવા કોઈ ગેરસમજણને કારણે તેમને તે મંચ પર બોલાવવામાં આવ્યા નહોતા, જ્યાંથી ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા. યજમાન પાકિસ્તાનનો કોઈ પ્રતિનિધિ સ્ટેજ પર નહોતા. PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, કદાચ CEO અંતિમ સમારોહના આયોજન માટે જવાબદાર ICCના લોકો સાથે યોગ્ય રીતે સંવાદ કરી શક્યા નહોતા અને આ કારણે જ તેમને બહાર રાખવામાં આવ્યા હતા. તેથી ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન તરીકે, પોડિયમ પર કોઈ પાકિસ્તાનના પ્રતિનિધિ નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp