શરબત જિહાદ કેસમાં ફસાયા બાબા રામદેવ, દિલ્હી હાઈકોર્ટે લીધા આડેહાથ
દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવને હમદર્દ કંપની અને તેની લોકપ્રિય પ્રોડક્ટ રૂહ અફઝા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે, રામદેવ પાસે આનો કોઈ બચાવ નથી. આ વાતે (બાબા રામદેવની નાતે) કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. તેની કોઈ માફી નથી. આ દરમિયાન, બાબા રામદેવે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે શરબત જિહાદનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરી દેવામાં આવ્યો છે.
વાસ્તવમાં, બાબા રામદેવે તાજેતરમાં દાવો કર્યો હતો કે હમદર્દ કંપની પોતાના નફાનો ઉપયોગ મસ્જિદો અને મદ્રેસાના નિર્માણ માટે કરી રહી છે. હમદર્દે દિલ્હી હાઈકોર્ટમાં આ ટિપ્પણીઓને બદનક્ષીયુક્ત ગણાવીને અરજી દાખલ કરી હતી.
લાઈવ લોના અહેવાલ મુજબ, આ કેસમાં હમદર્દ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા હતા. તેમણે દિલ્હી હાઈ કોર્ટને કહ્યું કે, ‘આ એક ચોંકાવનારો કેસ છે, જે ન માત્ર રૂહ અફઝાને બદનામ કરવા, પરંતુ 'સાંપ્રદાયિક વિભાજન'નો પણ કેસ છે. રામદેવની ટિપ્પણી નફરત ફેલાવનાર સ્પીચ સમાન છે. રામદેવે પોતાની ટિપ્પણી દ્વારા ધર્મના આધારે હમદર્દ પર હુમલો કર્યો છે અને તેને 'શરબત જિહાદ' ગણાવ્યું છે.’
બાબા રામદેવે કહ્યું હતું કે, 'જો તમે તે શરબત પીવ છો તો મદ્રેસા અને મસ્જિદ બનશે. પરંતુ તમે જો આ (પતંજલિનું ગુલાબનું શરબત) પીશો, તો ગુરુકુળો બનશે, આચાર્ય કુલમ વિકસિત થશે, પતંજલિ યુનિવર્સિટીનો વિસ્તાર થશે અને ભારતીય શિક્ષણ બોર્ડ પ્રગતિ કરશે. આ સાથે જ, બાબા રામદેવે રૂહ અફઝા શરબતને લવ જિહાદના કથિત કાવતરા સાથે પણ જોડી હતી. તેમણે કહ્યું હતું કે, 'જેમ લવ જિહાદ છે, તેમ આ પણ એક પ્રકારનો શરબત જિહાદ છે. આ શરબત જિહાદથી પોતાને બચાવવા માટે આ સંદેશ દરેક સુધી પહોંચવો જોઈએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp