ટ્રંપનું ટ્રેડ વૉર! મેક્સિકો, ચીન બાદ હવે કોની સાથે બદલો લેવાની તૈયારી કરી કહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ?
Donald Trump threatens out of line EU with tariffs: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શપથ લીધા બાદ જ ટેરિફ પોલિસી પર આગળ વધી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) પર ટેરિફ લાદવાની વાત કહી છે. વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું તેઓ યુરોપિયન યુનિયન પર ટેરિફ લાદવા પર વિચાર કરી રહ્યા છે. તેના પર શું ટ્રમ્પે કહ્યું કે, હું યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાવવા જઈ રહ્યો છું? શું તમને આનો સાચો જવાબ જોઈએ છે કે પછી પોલિટિકલ? યુરોપિયન યુનિયને આપણી સાથે ખરાબ વર્તન કર્યું છે.
વર્ષ 2018માં રાષ્ટ્રપતિ પદ પર રહેતા ટ્રમ્પે યુરોપિયન યુનિયને ઈમ્પોર્ટ થતા એલ્યુમિનિયમ પર ટેરિફ લગાવી દીધો હતો. ત્યારબાદ યુરોપિયન યુનિયને પણ વ્હિસ્કી અને બાઇક સહિત અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લગાવી દીધો હતો.
આ અગાઉ ટ્રમ્પે ચીન સહિત પાડોશી દેશ કેનેડા અને મેક્સિકો પર 25-25 ટકા ટેરિફ લગાવ્યો હતો. પરંતુ કેનેડા અને મેક્સિકોએ ટ્રમ્પના આ નિર્ણય પર જવાબમાં ટેરિફની જાહેરાત કરી હતી. તો ચીને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં તેની વિરુદ્ધ કેસ દાખલ કરવા કહ્યું હતું. કેનેડાએ અમેરિકન ટેરિફ પર કાર્યવાહી કરતા 155 અબજ ડોલરના અમેરિકન આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. કેનેડાના કાર્યવાહક વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોએ તેની જાહેરાત કરી છે.
ટ્રંપની જાહેરાતના થોડા સમય બાદ જ એક ટ્વીટમાં ટ્રૂડોએ કહ્યું કે તેઓ જલદી જ મેક્સિકોના રાષ્ટ્રપતિ કલાઉડિયા શીનબામ સાથે વાત કરશે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાની કેબિનેટ સાથે પહેલા જ બેઠક કરી ચૂક્યા છે. મેક્સિકોએ પણ અમેરિકન રાષ્ટ્રપતિના ટેરિફનો જવાબ ટેરિફ લગાવીને આપ્યો. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામે કહ્યું કે, અમેરિકા દ્વારા મેક્સિકોના ઉત્પાદનો પર ટેરિફ લગાવ્યા બાદ તેમણે પોતાની અર્થવ્યવસ્થા મંત્રીને મેક્સિકોના હિતોની રક્ષા માટે ટેરિફ લગાવાનો આદેશ આપ્યો.
ડોનાલ્ડ ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા બાદ વૈશ્વિક સ્તર પર ઉથલ-પાથલ મચી ગઈ છે. ટ્રંપ કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો પર ભારે ટેરિફ લગાવીને હલચલ મચાવી ચૂક્યા છે. ટ્રમ્પના ભારે દબાવ વચ્ચે હવે પનામાએ ચીનને જોરદાર ઝટકો આપ્યો છે.
પનામા નહેરને લઈને ટ્રંપના દબાવ વચ્ચે પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ કહ્યું કે, તેમનો દેશ ચીનની મહત્ત્વકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ (BRI)ને રીન્યૂ નહીં કરે. પનામા વર્ષ 2017માં ચીનની આ યોજના સાથે જોડાયું હતું, પરંતુ હવે પનામાના રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે પનામાં જલદી જ ચીનની આ યોજનાથી બહાર નીકળવા જઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ મુલિનોએ કહ્યું કે, હવે પાનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સહિત નવા રોકાણ પર અમેરિકા સાથે મળીને કામ કરશે. તેમની સરકાર પનામાં પોર્ટ્સ કંપનીનું ઓડિટ કરશે. આ કંપની પનામા નહેરને 2 બંદરાહોને ઓપરેટ કરનારી ચીનની કંપની સાથે જોડાયેલી છે. આપણે પહેલા ઓડિટ પૂરું થવાની રાહ જોવી પડશે. આ અગાઉ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પનામાના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે પાનામાં પર ચીનના કબજાના કારણે અમેરિકાને પોતાના અધિકારોની સુરક્ષા કરાવી પડશે. મુલિનોએ કહ્યું કે, મને નથી લાગતું કે પાનામાં પર ફરી કબજો કરવા માટે સૈન્ય તાકતનો ઉપયોગ કરવો પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp