White Discharge: સામાન્ય રીતે મહિલાઓ શરમને કારણે પોતાને વેઠવી પડતી અનેક સમસ્યાઓ વિષે ચૂપકીદી સેવે છે. પરિણામે શરૂઆતમાં સામાન્ય લાગતી સમસ્યા વકરીને ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. વ્હાઈટ ડિસ્ચાર્જ આવી જ એક સમસ્યા છે. શું તમને વારંવાર વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યા થઈ રહી છે અને તમને જાણ નથી કે, તો શું આ સામાન્ય બીમારી છે? તો પ્રાથમિક માહિતી આપતો આ લેખ જરૂર વાંચો.
વ્હાઈટ ડિસ્ચાર્જ (white discharge), જેને ગર્ભાશયના નિકાસ (vaginal discharge) તરીકે પણ ઓળખવામાં આવે છે, મહિલાઓમાં સામાન્ય બાબત છે અને તે શરીરની સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે. તે ગર્ભાશય અને ગર્ભપાત્ર દ્વારા ઉત્પન્ન થતું પ્રવાહી છે, જે શરીરને ચેપથી બચાવે છે અને ગર્ભાશયને સ્વચ્છ રાખે છે.
મહિલાઓમાં વ્હાઈટ ડિસ્ચાર્જ એટલે કે, સફેદ પાણી આવવું એક સામાન્ય શારીરિક પ્રકિયા છે. જ્યારે જરરુથી વધારે, અને ગંધ સાથે આવે તો આ બાબત ચિંતાનું કારણ બની શકે છે. મેડિકલ રિપોર્ટ મુજબ 70 ટકાથી વધુ મહિલાઓ પોતાના જીવનમાં વ્હાઈટ ડિસ્ચાર્જની સમસ્યાથી પરેશાન થાય છે.
સામાન્ય વ્હાઈટ ડિસ્ચાર્જમાં હોર્મોનલ ફેરફારોને લીધે જોવા મળે છે. જેમ કે માસિક ધર્મ પૂર્વે, ગર્ભાવસ્થા, અથવા ઓવ્યુલેશન દરમિયાન. તે સામાન્ય રીતે ઓછો અથવા નહીં હોય એવો ગંધ ધરાવે છે. તેનો રંગ સફેદ કે પારદર્શક હોઈ શકે છે. કોઈ વખતે થોડો ગાઢો ડિસ્ચાર્જ પણ જોવા મળી શકે છે.
અસામાન્ય વ્હાઈટ ડિસ્ચાર્જ કોઈ સંક્રમણ (ચેપ) અથવા આરોગ્ય સમસ્યાનું સંકેત હોઈ શકે છે:
તે માછલી જેવી કે તીખી ગંધ ધરાવતો હોય છે. તેનો રંગ પીળો, લીલો, અથવા લોહી મિશ્રિત હોઈ શકે છે. તે ચીકણું અથવા ચીઝ જેવું દેખાતું હોય છે. આ પ્રકારના ડિસ્ચાર્જ સાથે પેટનો દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.
સ્વચ્છતા જાળવો, પરંતુ વધુ પાણી અથવા સાબુથી ધોઈને ગર્ભાશયને હાનિ ન પહોંચાડો. વધુ પડતા ટાઈટ અથવા શરીર પર માઠી અસર કરે એવા સિન્થેટીક મટીરીઅલમાંથી બનેલા અંત:વસ્ત્રો પહેરવાનું ટાળો. જો સમસ્યા લાંબા સમય સુધી રહે અથવા વધુ ગંભીર લાગે, તો ડૉક્ટરની સલાહ લો.
કેટલીક મહિલાઓ આ બીમારી કે સંક્રમણ માની ડરી જાય છે, ત્યારે દરેક મહિલાઓને આ વિશે વધારે જાણ હોતી નથી.નિષ્ણાતોના મતે, ઓછો અને ગંધહીન વ્હાઈટ ડિસ્ચાર્જ મહિલાના શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે, જે યોનિમાર્ગને સ્વચ્છ અને ચેપ મુક્ત રાખવામાં મદદ કરે છે.મહિલાઓને પીરિયડ સાઈકલના વિવિધ તબક્કામાં આછો વ્હાઈટ કે પારદર્શક સ્રાવ થઈ શકે છે, જે સંપૂર્ણપણે સામાન્ય છે.
આ માહિતી સામાન્ય માર્ગદર્શિકા છે. વધુ સચોટ નિદાન માટે નજીકના ગાયનેકોલોજિસ્ટની મદદ લેવી શ્રેષ્ઠ રહેશે.
(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)