દુરદર્શને પોતાની ચેનલના લોગોનો રંગ બદલતા વિપક્ષ છંછેડાઈ, કહ્યું - પ્રસાર ભારતી હવે પ્રચાર ભારતી

દુરદર્શને પોતાની ચેનલના લોગોનો રંગ બદલતા વિપક્ષ છંછેડાઈ, કહ્યું - પ્રસાર ભારતી હવે પ્રચાર ભારતી....!?

04/20/2024 National

SidhiKhabar

SidhiKhabar

દુરદર્શને પોતાની ચેનલના લોગોનો રંગ બદલતા વિપક્ષ છંછેડાઈ, કહ્યું - પ્રસાર ભારતી હવે પ્રચાર ભારતી

લોકસભા ચુંટણી પહેલા પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શન દ્વારા DD ન્યુઝ ચેનલના ઐતિહાસિક લોગોના રંગને બદલી લાલથી કેસરી કરી દેવામાં આવ્યો છે. દુરદર્શને ડીડી ન્યૂઝના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 'અમારા મૂલ્યો એ જ છે, નથી બદલાયા પણ અમે હવે નવા અવતારમાં હાજર થયા છીએ. હવે એવી સમાચાર યાત્રા માટે તૈયાર થઈ જાઓ જે પહેલાં ક્યારેય જોઈ નહોતી. એકદમ નવા DD ન્યૂઝનો અનુભવ કરો.' જો કે ચુંટણી પહેલા દુરદર્શન દ્વારા આ ફેરબદલી થતા વિપક્ષ તેના ભાગવા રંગને લઈને રાજનીતિ કરતો જોવા મળી રહ્યો છે.  દૂરદર્શનનું ભગવાકરણ

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પ્રસાર ભારતી (DD, AIR) ના પૂર્વ CEO જવાહર સિરકરે આ લોગો ફેરફારની આકરી ટીકા કરતાં તેને 'દૂરદર્શનનું ભગવાકરણ' ગણાવ્યું છે.  તેમણે X પર આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શને તેનો ઐતિહાસિક ફ્લેગશિપ લોગો ભગવા રંગે રંગી નાખ્યો છે! તેના પૂર્વ CEO તરીકે મને આ ભગવાકરણ પર ચિંતા થઇ રહી છે. અને હું એવું અનુભવું છું કે, હવે આ પ્રસાર ભારતી ન રહેતા  પ્રચાર ભારતી બની ગઈ છે.ત્યારે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ મામલે આક્ષેપ કર્યો હતો કે, દૂરદર્શનના લોગોનો રંગ બદલવો એ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને કબજે કરવાનો પ્રયાસ છે. મનીષ તિવારી યુપીએ સરકાર દરમિયાન 2012 થી 2014 સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રહ્યા હતા. તેમણે કહ્યું કે, 'સરકાર દ્વારા ભગવાવાદ અને સરકારી સંસ્થાઓને કબજે કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ પગલું સ્પષ્ટપણે ભારતના જાહેર પ્રસારણકર્તાની તટસ્થતા અને વિશ્વસનીયતાને નબળી પાળે છે.'


નવા લોગોને BJP સાથે સંકળાયેલો હોવાનું જોવું 'ખોટું'

નવા લોગોને BJP સાથે સંકળાયેલો હોવાનું જોવું 'ખોટું'

આ તરફ દૂરદર્શનના પગલાનો બચાવ કરતા પ્રસાર ભારતીના CEO ગૌરવ દ્વિવેદીએ કહ્યું હતું કે, નવો નારંગી રંગનો લોગો જોવા માટે આકર્ષક છે અને આ ફેરફાર દ્રશ્ય સૌંદર્ય શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. લોગોનો રંગ કેસરી નહીં પણ નારંગી છે. તેમણે કહ્યું, 'માત્ર લોગો જ બદલાયો નથી, પરંતુ અમે DDના સમગ્ર દેખાવને અપગ્રેડ કર્યો છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો આ વિશે કઠોર ટિપ્પણીઓ કરી રહ્યા છે. અમે છેલ્લા છ-આઠ મહિનાથી DDનો દેખાવ બદલવાનું કામ કરી રહ્યા હતા. પ્રસાર ભારતીના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા લોગોને BJP સાથે સંકળાયેલો હોવાનું જોવું 'ખોટું' છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દૂરદર્શને તેના લોગોના રંગો બદલીને વાદળી, પીળો અને લાલ કરી દીધા છે.


આ લોકો માત્ર તુષ્ટિકરણ કરનારા

જ્યારે ભાજપના આંધ્રપ્રદેશના ઉપાધ્યક્ષે કહ્યું હતું કે, 'જ્યારે 1959માં દૂરદર્શન શરૂ થયું ત્યારે તેનો લોગો ભગવો હતો. સરકારે મૂળ લોગો અપનાવ્યો છે, પરંતુ લિબરલ્સ અને કોંગ્રેસ નારાજગી વ્યક્ત કરી રહી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તેને ભગવા અને હિંદુઓ પ્રત્યે નફરત છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિપક્ષના નેતાઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'આ લોકોને ભગવાથી એટલી નફરત છે કે તેઓ ભગવા રંગનો આનંદ લઈ શકતા નથી... આ લોકો માત્ર તુષ્ટિકરણ કરનારા છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top