ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 2 જગ્યાએ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ અને EVM ખોટવાયું, CRPF જવ

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 2 જગ્યાએ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ અને EVM ખોટવાયું, CRPF જવાનના માથામાં ગોળી વાગી

11/13/2024 National

SidhiKhabar

SidhiKhabar

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 2 જગ્યાએ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ અને EVM ખોટવાયું, CRPF જવ

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. સવારે 7:૦૦ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે, જે સાંજે 5:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તો બીજા તબક્કાની 38 બેઠકો પર મતદાન 20 નવેમ્બરે થશે. મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

જુગલસલાઇમાં JMM-AJSUના કાર્યકરો વચ્ચે અથડામણ

જુગલસલાઇ વિધાનસભા મતવિસ્તારના વર્મા માઇન્સમાં સ્થિત કેરળ પબ્લિક સ્કૂલમાં AJSU અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકરો પરસ્પર બાખડી પડ્યા હતા. જોકે પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. AJSU કાર્યકર્તાઓનું કહેવું છે કે JMMના લોકો વારંવાર મતદાન મથક પર વારંવાર જઇ રહ્યા છે. આ આરોપ પર JMM નેતા બાદલે કહ્યું કે, તેઓ કાર્યકરોઓને નાસ્તો અને પાણી આપવા ગયા હતા.

તો જમશેદપુર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 293 અને 294માં કોંગ્રેસના કાર્યકર્તા ઝાહિદ આલમ ઉર્ફે ભક્કુ સોનૂ અને આઝાદ સમાજ પાર્ટીના યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ મઝહર ખાન વચ્ચે ઝપાઝપી થઇ ગઇ હતી. તેમાં મઝહરના કપડાં ફાટી ગયા હતા. મઝહરે કહ્યું કે, બન્ના ગુપ્તા વિસ્તારમાં હારી રહ્યા છે, જેના કારણે તેમના સમર્થકોમાં ભયનો માહોલ છે. જેથી આજે ઝાહિદ બૂથ પર આવ્યો હતો અને અચાનક હુમલો કર્યો હતો. જતી વખતે તેણે ધમકી પણ આપી હતી. બીજી તરફ, માહિતી મળ્યા બાદ, મેંગો પોલીસ સ્ટેશનના પ્રભારી નિરંજન કુમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને મામલાની માહિતી લીધી.

CRPF જવાનને માથામાં ગોળી વાગી

CRPF જવાનને માથામાં ગોળી વાગી

ઝારખંડના લાતેહારના છિપાદોહરમાં મતદાન અગાઉ ચૂંટણી ફરજ પર તૈનાત CRPF જવાન સંતોષ કુમાર યાદવને ગોળી લાગી છે. ઇજાગ્રસ્ત સૈનિકને સારવાર માટે મેદિનીરાઇ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરોએ ઇજાગ્રસ્ત સૈનિકને રાંચી રીફર કર્યા છે. આ ઘટના કેવી રીતે બની? તે અંગે માહિતી મળી શકી નથી.

સિમડેગામાં EVM થયું ખરાબ, અડધા કલાક બાદ મતદાન શરૂ થયું

કોલેબિરાના કોંગ્રેસના ઉમેદવાર નમન વિક્સલ કોંગડીએ સિમડેગાના ખુંટી ટોલી મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. કોડરમાંથી અપક્ષ ઉમેદવાર શાલિની ગુપ્તાએ પણ મતદાન કર્યું હતું. આ દરમિયાન, સિમડેગાના જલદેગામાં બૂથ નંબર 115માં EVM મશીનમાં ખરાબીના સમાચાર મળ્યા હતા. જેના કારણે અડધા કલાક બાદ જ મતદાન શરૂ થઇ શક્યું હતું.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top