એલોન મસ્કે ફરી દુનિયાને ચોંકાવી, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વેંચી માર્યું

એલોન મસ્કે ફરી દુનિયાને ચોંકાવી, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વેંચી માર્યું

03/29/2025 Business

SidhiKhabar

SidhiKhabar

એલોન મસ્કે ફરી દુનિયાને ચોંકાવી, પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વેંચી માર્યું

Elon Musk sells X to xAI: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક પોતાના અજીબોગરીબ નિર્ણયો માટે જાણીતા છે. હવે તેમણે પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોતાની જ એક કંપનીને વેચી દીધું છે. મસ્કે જણાવ્યું કે તેમને Xને પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની XAIને વેચી દીધી છે. આ 33 બિલિયન ડોલરની કિંમતનો ઓલ-સ્ટોક ડીલ છે. એલોન મસ્કએ X પર એક પોસ્ટમાં કહ્યું કે, 'XAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આજે અમે ડેટા, મોડલ, ગણતરી, વિતરણ અને પ્રતિભાને જોડવા માટે સત્તાવાર પગલાં લઈ રહ્યા છીએ. XAI X માટે 45 બિલિયન ડોલર ચૂકવશે, જે 2022માં મસ્ક દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી તેનાથી થોડી વધારે છે, પરંતુ દિલમાં 12 બિલિયન ડોલરનું દેવું પણ સામેલ છે.


અનલોક થશે અપાર ક્ષમતા

અનલોક થશે અપાર ક્ષમતા

મસ્કે જણાવ્યું હતું કે, આ પગલું XAIની અદ્યતન AI ક્ષમતાઓ અને Xની વિશાળ પહોંચ સાથે કુશળતાને સંયોજિત કરીને અપાર સંભાવનાઓને અનલોક કરશે. આ ડીલમાં XAIનું મૂલ્ય 80 બિલિયન ડોલર છે અને Xનું વેલ્યુએશન 33 અબજ ડોલરની આંકવામાં આવી છે. XAIની સ્થાપનાને ૨ વર્ષ થઇ ગયા છે અને તે અભૂતપૂર્વ ગતિ અને પ્રમાણ પર મોડેલો અને ડેટા સેન્ટરો બનાવતા વિશ્વની અગ્રણી AI પ્રયોગશાળાઓમાંની એક બની ગઈ છે.

આ સંયોજન XAI ની અદ્યતન AI ક્ષમતાઓ અને કુશળતાને Xની વિશાળ પહોંચ સાથે જોડીને અપાર ક્ષમતાઓને અનલોક કરશે. સંયુક્ત કંપની અબજો લોકોને વધુ સ્માર્ટ અને વધુ અર્થપૂર્ણ અનુભવો પ્રદાન કરશે. કંપની સત્યને ઉજાગર કરવાના અને જ્ઞાનને આગળ વધારવાના અમારા મુખ્ય મિશન પર કામ કરવાનું ચાલુ રાખશે.


મસ્કે ટ્વીટર 44 બિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું

મસ્કે ટ્વીટર 44 બિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું

એલોન મસ્ક અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પણ છે. મસ્કે વર્ષ 2022માં Xને 44 બિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું. તે સમયે આ પ્લેટફોર્મ ટ્વીટર તરીકે જાણીતું હતું. મસ્કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કર્યા છે, જેના કારણે કેટલાક જાહેરાતકર્તાઓને તેનાથી દૂર રહેવું પડ્યું. મસ્કે ટ્વીટરના 80 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેમણે દ્વેષયુક્ત ભાષણ, ખોટી માહિતી અને યુઝર વેરિફિકેશન સંબંધિત પ્લેટફોર્મની નીતિઓમાં પણ ફેરફાર કર્યો હતો અને ટ્વીટરનું નામ બદલીને X કરી દીધું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top