સુરતમાં આ શું થવા બેઠું છે? કૌટુંબિક કાકાએ જ 20 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી દીધી

સુરતમાં આ શું થવા બેઠું છે? કૌટુંબિક કાકાએ જ 20 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી દીધી

02/01/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં આ શું થવા બેઠું છે? કૌટુંબિક કાકાએ જ 20 વર્ષીય ભત્રીજીને ગર્ભવતી બનાવી દીધી

Surat News: ડાયમંડ નગરી હવે ગુના નગરી બનવા તરફ જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ગયા મહિને કતારગામમાં એક પિતાએ સગી દીકરી પર નજર બગાડીને શારીરિક અડપલા કર્યા હતા. એટલું જ નહીં તેની સાથે ગાદલામાં ઊંઘવા પણ કહ્યું હતું. હવે લીંબાયત વિસ્તારમાં કૌટુંબિક કાકાએ 20 વર્ષીય ભત્રીજી પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. યુવતીના પેટમાં 4 મહિનાનો ગર્ભ રહી જતા આખી ઘટના પ્રકાશમાં આવી છે.


કાકાએ બળજબરી કરી ભત્રીજીને ગર્ભવતી બનાવી

કાકાએ બળજબરી કરી ભત્રીજીને ગર્ભવતી બનાવી

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી અને હાલમાં માતા અને 7 ભાઈ-બહેન સાથે રહેતી 20 વર્ષીય યુવતી 15 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે બપોરે લગભગ 3:00 વાગ્યાના સમયગાળા દરમિયાન તેના જ વિસ્તારમાં રહેતો કૌટુંબિક કાકો ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરનો દરવાજો બંધ કરીને રસોડામાં કામ કરતી યુવતીને પાછળથી જકડી લીધી હતી. યુવતીએ કથિત કૌટુંબિક કાકાનો વિરોધ કર્યો હતો, પરંતુ મોઢું દબાવીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.

બળાત્કાર બાદ કાકાએ ભત્રીજીને કોઈને કહેશે તો મારી નાખીશ એવી ધમકી આપી હતી. જેથી યુવતીએ આ વાતની જાણ કોઈને કરી નહોતી, પરંતુ થોડા દિવસ અગાઉ પેટમાં દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે ખબર પડી કે યુવતીના પેટમાં 4 મહિનાનો ગર્ભ છે. જેથી યુવતીએ પરિવારને હકીકત જણાવી હતી. ત્યારબાદ કથિત કૌટુંબિક કાકા ફિરોજ સામે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારનો કેસ દાખલ કરી નરાધમ કાકાને કસ્ટડીમાં લીધો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top