આ દેશના વૈજ્ઞાનિકોએ કર્યો ચમત્કાર, હાર્ટ એટેક અને સ્ટ્રોકની વેક્સીન તૈયાર કરી લીધી, લાખોના જીવ બચશે
દર વર્ષે વિશ્વભરમાં 17.9 મિલિયન લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે લાખો લોકો જીવનભર સમસ્યાઓનો સામનો કરે છે. મોટાભાગના લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુ પામે છે, પરંતુ ચીની વૈજ્ઞાનિકોના મતે, હવે આવું ખૂબ જ ભાગ્યે થશે, કારણ કે તેમણે હાર્ટ એટેક અને સ્ટ્રોકને રોકવા માટે રસી બનાવવાનો દાવો કર્યો છે. ચીની વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમણે એક એવી વેક્સીન વિકસાવી છે જે કોલેસ્ટ્રોલને ધમનીઓમાં ચોંટતા અટકાવશે, જેના કારણે લોહી ગંઠાઇ જાય છે અને રક્ત પ્રવાહને અવરોધીને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ચીની વૈજ્ઞાનિકોની આ શોધ નેચર જર્નલમાં પ્રકાશિત થઈ છે.
જ્યારે કોલેસ્ટ્રોલ પ્લેક ધમનીઓમાં જમા થાય છે, ત્યારે તે ધમનીને સાંકડી કરવાનું શરૂ કરે છે. આનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે. જેના કારણે હૃદય સુધી ઓછું લોહી પહોંચે છે. જ્યારે હૃદય સુધી ઓછું લોહી પહોંચશે, ત્યારે તે પંપ નહીં થઇ શકે. તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. હાર્ટ ડિસિઝમાં, મોટાભાગના લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુ પામે છે. સમસ્યા એ છે કે જ્યારે કોલેસ્ટ્રોલ ધમનીઓ સાથે ચોંટવા લાગે છે, ત્યારે તેને બિલકુલ જાણી શકાતું નથી. આ જ કારણ છે કે લોકો અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે. જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે મગજ સુધી ઓક્સિજન ઓછો પહોંચે છે અને તેના કારણે સ્ટ્રોક આવે છે. તેમાં, મગજ સુધી ઓક્સિજનના અભાવે, મગજના કોષો મૃત્યુ પામે છે.
ચીની વૈજ્ઞાનિકોએ હાલમાં ઉંદરો પર આ અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં, ઉંદરોમાં પ્લેકને જમા થતા રોકવામાં ઇન્જેક્શન સફળ રહ્યું. આ પ્રકારનું આ પહેલું સંશોધન છે જેમાં ઉંદરોની ધમનીઓમાં પ્લેકને જામતા અટકાવવામાં આવ્યા છે. નાનજિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અમે હાલમાં નેનો વેક્સીન બનાવી છે અને પ્રી-ક્લિનિકલ ડેટામાં એ સાબિત થયું છે કે આ રસી ધમનીઓમાં પ્લેક જમા થવા દેતી નથી.
અગાઉના સંશોધનમાં, વિવિધ પ્રકારના પ્રોટીનમાંથી એક ડિજિટલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી હતી અને આ સમજ્યા બાદ, બળતરા ઘટાડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી તે અંગે કામ કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું કે p 210 નામનું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિને એટલી સક્રિય કરે છે કે ધમનીઓમાં પ્લેક એકઠું થઈ શકતું નથી. આ રસી આ દિશામાં આગળનું પગલું છે. હવે જો આ પ્રયોગ માણસો પર સફળ થાય છે તો તે ખૂબ જ મોટું પગલું હશે. તેનાથી લાખો લોકોને મૃત્યુથી બચાવી શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp