આ રાશિના જાતકોને આજે ભાગ્ય આપશે પૂરો સાથ, જાણો આજનું રાશિફળ..
12/02/2023
Religion & Spirituality
તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં જાણો. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? દૈનિક રાશિફળમાં જાણો
મેષ
આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામો આપનારો હોઈ શકે છે. પરિવારના કોઈ સભ્યના ભવિષ્ય અંગે ચર્ચા થઈ શકે છે, જેમાં તમારે વાત કરવી વધુ સારી રહેશે. તમારી બિઝનેસ સંબંધિત યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમારા જીવનસાથી સાથે તમારે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો તમારે તેમને મનાવવાનો પ્રયાસ કરવો પડશે. જે તમે કોઈની પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા છે, તો તમારે આ વિચાર છોડી દેવો જોઈએ, નહીંતર તે પૈસા ચૂકવવામાં મુશ્કેલી પડશે. નોકરિયાત જાતકોને પ્રમોશન અથવા ટ્રાન્સફર મળી શકે છે. લકી નંબર: 19, લકી કલર: ક્રીમ
વૃષભ
નોકરીની શોધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહે, કારણ કે તેમને ઇચ્છિત પરિણામો મળી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોના દુશ્મનો અવરોધરૂપ બની શકે છે, જેથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી મદદની આશા રાખશો, પરંતુ સમયસર મદદ ન મળવાને કારણે તમને દુઃખ થાય. તમારે પારિવારિક સંબંધોમાં ચાલી રહેલા કંકાસનો અંત લાવવો પડશે. તમારું બાળક કોઈ વ્યવસાય શરૂ કરે, તો થોડી રાહ જુઓ. કારણ કે તમારા બાળકને સારા પરિણામો ન મળી શકે. લકી નંબર: 11, લકી કલર: બ્રાઉન
મિથુન
આજે નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. આજે બિઝનેસ કરનારા લોકોએ ઉત્સાહથી કોઈપણ કામ કરવાનું ટાળવું પડશે, નહીંતર તે કામમાં નુક્શાન થઈ શકે છે. જો તમે અગાઉ પૈસાનું રોકાણ કર્યું છે, તો તમને ભવિષ્યમાં ચોક્કસથી તેનો લાભ મળશે. તમે તમારી દૈનિક જરૂરિયાતો પૂરી કરવા અને તમારા જીવનસાથીને ખરીદી કરવા માટે લઈ જવા પાછળ કેટલાક પૈસા ખર્ચ કરશો, પરંતુ તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવું વધુ સારું રહેશે. લકી નંબર: 3, લકી કલર: ઓલિવ
કર્ક
આજે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે, જેને જોઈને તમારા પરિવારના સભ્યો ખુશ રહેશે. તમે કેટલાક ખોટા લોકોની સંગતમાં આવી શકો છો, તેથી તમારે સાવચેત રહેવું પડે. તમે તમારા ફિલ્ડમાં વૃદ્ધિ જોશો. માતાને કોઈ શારીરિક સમસ્યા હોય તો તેમાં સુધારો જોવા મળે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે. તમારે જીવનસાથીને આપેલા વચનને પૂર્ણ કરવું પડશે, નહીંતર તે તમારાથી ગુસ્સે થઈ શકે છે. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યને નિવૃત્તિ મળી શકે છે, જેનાથી પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. લકી નંબર: 6, લકી કલર: ગુલાબી
સિંહ
આજે ભાગ્ય તમને સાથ આપતું જણાય. તેથી તમારે ફક્ત એ જ કામ કરવું જોઈએ, જે તમને ખૂબ ગમે છે. નોકરિયાતોને તેમના હિતનું કામ મળી શકે છે. આજે તમને તમારા સંબંધી તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. બાળકોના અતિશય ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારી કેટલીક કિંમતી વસ્તુઓ ચોરાઈ શકે છે, જેથી સાવચેત રહો. તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો, જેના પર વિશ્વાસ કરવા માટે તમારે સાવધાન રહેવું પડે. લકી નંબર: 13, લકી કલર: બ્લેક
કન્યા
વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળી શકે છે. તમે બિનજરૂરી દોડધામમાં વ્યસ્ત રહેશો, જેના કારણે તમને માથાનો દુખાવો અને તાવ જેવી સમસ્યા થઇ શકે છે. તમે કોઈની મદદ કરવાનો પ્રયાસ કરશો, પરંતુ તે વ્યક્તિ તમારી મહેનતને અવગણશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં આવતી અડચણો આજે પૂર્ણ થઈ જશે. વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાના આશીર્વાદ લીધા પછી પરીક્ષા આપવી જોઈએ. લકી નંબર: 10, શુભ રંગ: નારંગી
તુલા
આજનો દિવસ તમારા માટે મહત્વનો રહેશે. આજે તમારે એકાએક કોઈ કામ પૂર્ણ કરવું પડશે. આ કામ તમને ફાયદો કરાવી શકે છે. જો તમે પ્રવાસે જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે તમારી જરૂરી વસ્તુઓ સાંભળીને રાખવી પડશે. લાંબા સમયથી પેન્ડિંગ કાયદાકીય કામો પર ધ્યાન આપો, નહીંતર તે લાંબુ ખેંચી શકે છે. આજે તમારી પારિવારિક સ્થિતિ સુધરશે. આજે પૈસાની લેવડ-દેવડ ખૂબ જ સમજી વિચારીને કરો. લકી નંબર: 18, લકી કલર: મેજેન્ટા
વૃશ્ચિક
સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે, કારણ કે તેમને તેમની ક્ષમતા બતાવવાની તક મળશે. રોજગાર માટે ભટકતા લોકોને સારા સમાચાર મળી શકે છે. બાળકોના સ્વાસ્થ્યમાં આજે થોડો સુધારો જોવા મળશે. જો તમારે બિઝનેસ માટે કોઈ નિર્ણય લેવો હોય તો તમારા ભાઈઓની સલાહ અવશ્ય લો. જો તમે કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તેમાં ચોક્કસ સફળ થશો. લકી નંબર: 12, લકી કલર: બ્રોન્ઝ
ધન
આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવશે. ઘરના જરૂરી કામના કારણે તમે કામ-ધંધામાં ધ્યાન નહીં આપી શકો. જો તમને કોઈ જૂનો રોગ છે, તો તે ફરીથી સમસ્યા ઉભી કરી શકે છે, જેના કારણે તમે ચિંતિત થઈ શકો છો. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને નિરાશાજનક સમાચાર મળી શકે છે. નોકરીમાં તમારી ઈચ્છા મુજબ કામ ન મળે, તો પણ તમારે ધૈર્યથી કામ કરવું, નહીંતર તમારા ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. લકી નંબર: 2, લકી કલર: પીળો
મકર
આજે સમાજમાં તમારી સારી છાપ ઉભરશે. આજે તમારા ગુપ્ત શત્રુઓ તમારી ઈમેજને બગાડવાનો પ્રયાસ કરશે, જેથી તેમનાથી સાવધાન રહો. શેરબજાર, સટ્ટાબાજી વગેરેમાં રોકાણ કરનારાઓને યોગ્ય લાભ નહીં મળે. આજે તમે તમારા મિત્રના ઘરે પાર્ટીમાં જઈ શકો છો. તમે તમારા પિતા સાથે વ્યવસાયમાં કેટલાક પ્લાન્સ વિશે ચર્ચા કરશો. વિદ્યાર્થીઓને પિકનિક પર જવાની તક મળી શકે છે. જો કામ પર કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો તમે તમારા જીવનસાથી પાસેથી તેનો ઉકેલ મેળવી શકો છો. લકી નંબર: 6, લકી કલર: વાયોલેટ
કુંભ
આજનો દિવસ તમારા માટે ભૌતિક સુખમાં વૃદ્ધિ લાવે. તમને વ્યવસાયમાં અચાનક નાણાંકીય લાભ થઇ શકે છે, જેનાથી તમે ખુશ રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, પરંતુ તમારા સાસરિયામાંથી કોઈની સાથે વાત કરતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખવું, તો જ તમે સફળતા મેળવી શકશો. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. કાર્યસ્થળ પર અમલમાં આવેલ નવા પ્લાન્સ તમને લાભ અપાવશે. આજે દુશ્મનોથી સાવધાન રહેવું. લકી નંબર: 4, લકી કલર: રાખોડી
મીન
આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમને સંતાનના સંબંધમાં તમને સારા સમાચાર મળી શકે છે. તમારા કરિયરમાં બદલાવ આવી શકે છે, જેના કારણે તમારા મનમાં કેટલાક નવા વિચારો આવે. વેપારીઓએ ટીકાને અવગણીને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમારા સંતાનો તરફથી કોઈ ખુશખબર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓને મહેનત બાદ પરીક્ષામાં સફળતા મળશે. તમે તમારા જૂના સંબંધીઓને મળશો અને કેટલાક જૂના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે, તેથી જ્યોતિષ ચિરાગ બેજન દારૂવાલા અનુસાર, ધીરજથી કામ કરો. લકી નંબર: 16, લકી કલર: લાલ
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp