ભારતે પાકિસ્તાનને આપ્યો 440 વૉલ્ટનો ઝટકો, એરડિફેન્સ સિસ્ટમ કરી દીધી તબાહ

ભારતે પાકિસ્તાનને આપ્યો 440 વૉલ્ટનો ઝટકો, એરડિફેન્સ સિસ્ટમ કરી દીધી તબાહ

05/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતે પાકિસ્તાનને આપ્યો 440 વૉલ્ટનો ઝટકો, એરડિફેન્સ સિસ્ટમ કરી દીધી તબાહ

ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ભારતે સૌપ્રથમ ઓપરેશન સિંદૂરમાં જૈશ અને લશ્કરના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. હવે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધી છે. જી હાં, ભારતે લાહોરમાં એર ડિફેન્સ રડારને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટ્સના HQ-9 એર ડિફેન્સ મિસાઈલ લોન્ચર્સને ભારે નુકસાન પહોંચાડયું છે. ભારતીય ડ્રોન હુમલામાં ચીની HQ-9 એર ડિફેન્સ ખરાબ રીતે નાશ પામ્યું છે. ભારતે સતત 2 રાત સુધી પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમમાં સેંધ લગાવી છે. તેનાથી પડોશી દેશની સુરક્ષામાં રહેલી નબળાઈઓ છતી થઈ ગઇ છે. પાકિસ્તાને ચીની એર ડિફેન્સ સિસ્ટમથી પોતાની સુરક્ષા ઘેરો બનાવ્યો હતો, જેને ભારતે તોડી ઉડાવી દીધું હતું.


પાકિસ્તાનની હિમાકતનો જવાબ

પાકિસ્તાનની હિમાકતનો જવાબ

હકીકતમાં, પાકિસ્તાન તરફથી લૂનરિંગ ગોળાબારૂદ મોકલીને ભારતીય રડાર સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાને ભારતના 15 શહેરોને નિશાન બનાવ્યા હતા. પરંતુ ભારતે રશિયન S-400નો ઉપયોગ કરીને પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યા. ત્યારબાદ, ભારતીય સુરક્ષા દળોએ લાહોર અને રાવલપિંડી સહિત પાકિસ્તાનના સૌથી મોટા શહેરોમાં મોટી સંખ્યામાં ડ્રોન મોકલી દીધા.

ભારતની આ કાર્યવાહીમાં, પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટ્સના HQ-9 એર ડિફેન્સ મિસાઇલ લોન્ચરને ભારે નુકસાન થયું છે. ભારતીય મિસાઇલોએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમથી કોઈપણ મુશ્કેલી વિના સરહદ પાર કરી અને પંજાબ પ્રાંતમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો.


પાકિસ્તાનને નવો ઝટકો

પાકિસ્તાનને નવો ઝટકો

ભારતે પાકિસ્તાનને આ ઝટકો એવા સમયે આપ્યો છે, જ્યારે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરને કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. હકીકતમાં, પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ગઈકાલે એટલે કે 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ કાર્યવાહીમાં જૈશ અને લશ્કરના આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top