PM મોદીની જીતની ખુશીમાં ફ્રી મળી રહ્યું છે રિચાર્જ? જાણો આ મેસેજની શું છે હકીકત

PM મોદીની જીતની ખુશીમાં ફ્રી મળી રહ્યું છે રિચાર્જ? જાણો આ મેસેજની શું છે હકીકત

06/07/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

PM મોદીની જીતની ખુશીમાં ફ્રી મળી રહ્યું છે રિચાર્જ? જાણો આ મેસેજની શું છે હકીકત

ભારતમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળા NDAને પૂર્ણ બહુમત મળ્યું છે. હવે વૉટ્સએપ પર એક એવો મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં વડાપ્રધાન મોદીના નામનો ઉપયોગ કરીને ફ્રીમાં રિચાર્જ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેની સાથે એક લિન્ક પણ શેર કરવામાં આવી રહી છે. સાઇબર સ્કેમર આજકાલ ભોળા લોકોને ચૂનો લગાવવા માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરી રહી છે. ક્યાંક તેઓ ફેક રિચાર્જનો સહારો લઈને, તો કેટલીક વખત ફેક પાર્સલમાં ડ્રગ્સનો સંદર્ભ આપીને ડરાવે અને ધમકાવે છે. એટલું જ નહીં ઘણી વખત રિટર્નની લાલચ પણ આપે છે, જેમાં શરૂઆતમાં થોડા રૂપિયા રિટર્ન પણ આપે છે. હવે ફરી એક વખત ફ્રી મોબાઈલ રિચાર્જનો મેસેજ સામે આવી રહ્યો છે.


PIB પણ બતાવી ચૂક્યું છે ફેક:

PIB પણ બતાવી ચૂક્યું છે ફેક:

વૉટ્સએપ પર મળનારા આ મેસેજની જ્યારે અમે તપાસ કરી તો, સૌથી પહેલા અમે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો એટલે કે PIBના X (અગાઉ ટ્વીટર) અકાઉન્ટ (@PIBFactCheck) પર આ વર્ષની પોસ્ટ મળી, જેમાં તેણે સ્કેમથી સાવધાન રહેવા કહ્યું અને તેમાં પણ એક ફેક રિચાર્જની વાત કહેવામાં આવી.


વૉટ્સએપ મેસેજમાં આપવામાં આવી છે એક લિન્ક:

વૉટ્સએપ મેસેજમાં આપવામાં આવી છે એક લિન્ક:

વૉટ્સએપ પર અમને જે મેસેજ મળ્યો છે, તેમાં લખ્યું છે નરેન્દ્ર મોદીજીના વડાપ્રધાન બનવાની ખુશીમાં BJP પાર્ટીએ બધા ભારતીય યુઝરને 599નું 3 મહિનાવાળું રિચાર્જ ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે તો તેની નીચે બ્લૂ રંગની લિન્ક પર ક્લિક કરીને પોતાના નંબર પર રિચાર્જ કરો. લિન્ક પર ક્લિક કરવા પર એક વેબસાઇટ ઓપન થાય છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ઉપયોગ કરવામાં આવી છે, ત્યારબાદ રિચાર્જ ઓફર ચેક કરવા માટે એક ક્લિક કરવા કહે છે. ક્લિક કર્યા બાદ એક પ્રોસેસ શરૂ થશે, ત્યારબાદ એક બોક્સ ઓપન થાય છે, જ્યાં ફોન નંબર નાખવા કહે છે. ત્યારબાદ રિચાર્જ પર ક્લિક કરવા કહે છે.  એ સિવાય નીચે કેટલીક કમેન્ટ પણ કરવામાં આવી છે, જેમાં ધન્યવાદ અને i got free recharge જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવા મેસેજ લોકોને છેતરવા માટે પણ હોય શકે છે. જો કે, અમે આ પ્રોસેસ પૂરી રીતે ફોલો કરી નથી અને તમારે પણ આ પ્રકારના મામલાઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top