રવિ યોગમાં ગણેશ ચતુર્થી પરંતુ સવારથી લાગશે ભદ્રા, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ

રવિ યોગમાં ગણેશ ચતુર્થી પરંતુ સવારથી લાગશે ભદ્રા, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ

09/18/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

રવિ યોગમાં ગણેશ ચતુર્થી પરંતુ સવારથી લાગશે ભદ્રા, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ

આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સ્ટેમ્બરે, મંગળવારે છે. તે દિવસે રવિયોગમાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવવામાં આવશે. પરંતુ આ દિવસે સવારથી ભદ્રા લાગી રહી છે. ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થઇ જશે. દર વર્ષે ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાના આશીર્વાદથી દરેક સંકટ દૂર થાય છે, જીવનમાં આવતી તમામ અડચણો દૂર થાય છે. ચાલો જાણીએ ગણેશ ચતુર્થી પર રચાવા જઇ રહેલા રવિ યોગ, ભદ્રા, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે.


ગણેશ ચતુર્થી 2023 પર રવિ યોગ ક્યારથી?

19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી પર રવિ યોગ સવારે 06 વાગીને 08 મિનિટથી રચાઇ રહ્યો છે અને તે બપોરે 01 વાગીને 48 મિનિટે સમાપ્ત થશે. ગણેશ ચતુર્થીની પૂજા તમે રવિયોગમાં કરો. રવિ યોગ એક શુભ યોગ માનવામાં આવે છે.


ગણેશ ચતુર્થી 2023 પર ક્યારથી છે ભદ્રા?

ગણેશ ચતુર્થીના દિવસે ભદ્રા સવારથી જ લાગી રહી છે. સવારે 06 વાગીને 08 મિનિટથી બપોરે 01 વાગીને 43 મિનિટ સુધી ભદ્રાની છાયા રહેશે. આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં રહેશે. ભદ્રા કાળમાં શુભ કાર્ય કરવા વર્જિત છે.


ભદ્રામાં કેવી રીતે કરવી ગણેશ ચતુર્થીની પૂજા?

ભદ્રામાં કેવી રીતે કરવી ગણેશ ચતુર્થીની પૂજા?

ભદ્રાના સમયમાં શુભ કાર્ય વર્જિત હોય છે, પરંતુ વ્રત અને પૂજા પાઠ કરવાની મનાઇ નથી હોતી. આમ પણ ગણેશ ચતુર્થી પર પાતાળની ભદ્રા છે, જેનો દુષ્પ્રભાવ પૃથ્વી લોક પર નથી માનવામાં આવતો.

ગણેશ ચતુર્થી 2023નું પૂજા મુહૂર્ત: ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11 વાગીને 01 મિનિટથી શરૂ થઇ રહ્યું છે. તે દિવસે બપોરે 01 વાગીને 28 મિનિટ સુધી પૂજા મુહૂર્ત છે. આ સમયમાં ગણેશજીની સ્થાપના કરીને વિધિપૂર્વક પૂજા કરવી જોઇએ.

ગણેશ ચતુર્થી 2023નું શુભ મુહૂર્ત: ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ પ્રારંભ: 18 સપ્ટેમ્બર, બપોરે 12:39 વાગ્યાથી, ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિની સમાપ્તિ: 19 સપ્ટેમ્બર, બપોરે 01:43 વાગ્યા સુધી, સ્વાતી નક્ષત્ર: 19 સપ્ટેમ્બર, સવારથી બપોરે 01.48 વાગ્યા સુધી, પછી વિશાખા નક્ષત્ર, અભિજિત મુહૂર્ત: સવારે 11. 50થી બપોરે 12.39 સુધી.

ગણેશ ચતુર્થીની પૂજા વિધિ: ગણેશ ચતુર્થીના દિવસે વિધિપૂર્વક ગણપતિ બાપ્પાની મૂર્તિને એક ચોકી પર પીળા રંગની ચાદર કે કપડુ પાથરીને સ્થાપિત કરો. તેમનો ગંગાજળથી અભિષેક કરો. પછી વસ્ત્ર, ફૂલ, માળા, જનોઇ વગેરેથી તેને સુશોભિત કરો. તે બાદ અક્ષત, હળદર, નાગરવેલનું પાન, સોપારી, ચંદન, ધૂપ, દીપ, નારિયેળ વગેરેથી પૂજા કરો. બાપ્પાને દુર્વા અર્પિત કરો. મોદક કે લાડુનો ભોગ લગાવો.

આ દરમિયાન ઓમ ગં ગણપતયે નમો નમ: મંત્રનું ઉચ્ચારણ કરવું જોઇએ. આ મંત્રનો જાપ કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે. પૂજાના સમયે ગણેશ ચતુર્થી વ્રત કથાનું શ્રવણ કરો. પછી ગણપતિની આરતી કરો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top