સોનાના ભાવ ઘટ્યા, જ્યારેચાંદીનાં ભાવમાં ઝીંકાયો તોતિંગ ભાવવધારો- જાણો શું છે આજના નવા ભાવ

સોનાના ભાવ ઘટ્યા, જ્યારેચાંદીનાં ભાવમાં ઝીંકાયો તોતિંગ ભાવવધારો- જાણો શું છે આજના નવા ભાવ

12/15/2021 Business

SidhiKhabar

SidhiKhabar

સોનાના ભાવ ઘટ્યા, જ્યારેચાંદીનાં ભાવમાં ઝીંકાયો તોતિંગ ભાવવધારો- જાણો શું છે આજના નવા ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તરપરથી મળેલ સંકેતોને કારણે ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે,14 ડિસેમ્બર વર્ષ2021ના રોજ સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે,બાદમાં સોનાની કિંમત 47,૦૦૦ રૂપિયા આસપાસ રહી હતી. જેનાથી વિપરિત, આજે ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આજેદિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ફક્ત68 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જયારેચાંદીના ભાવમાં114 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

છેલ્લા ટ્રેડિંગ સેશન વખતે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 47,348 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જ્યારે, ચાંદી 60,107 રૂપિયાપ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ફેરફાર જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.

જાણો આજે શું છે સોનાનો ભાવ?

દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ગ્રામ શુદ્ધતાનું સોનું પ્રતિ 10 ગ્રામ 62 રૂપિયાથીઘટીને 47,280 રૂપિયાપ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયોતેમજ1,784 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો હતો.

શા માટે સોનાના ભાવમાં થયો ઘટાડો?

શા માટે સોનાના ભાવમાં થયો ઘટાડો?

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ જણાવે છે કે, આજે કોમેક્સપર હાજર સોનાના ભાવમાં 0.17 %નો ઘટાડો નોંધાયો હતો. જેની અસર ભારતીય બુલિયન બજાર પર સોનાની કિંમતમાં ઘટાડાના સ્વરૂપમાં દેખાઈ હતી.

સોનાનો રેટ તમે ઘરે બેઠા આસાનીથી જાણી શકો છો. આની માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે તેમજ તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવા દરો જાણી શકો છો.

આ રીતેસોનાની શુદ્ધતા ચકાસો:

આ રીતેસોનાની શુદ્ધતા ચકાસો:

જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હો તો સરકારે આ માટે એક એપ્લીકેશન બનાવી છે. 'BIS કેર એપ' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ્લીકેશનમારફતે તમે ફક્ત સોનાની શુદ્ધતા જ નથી ચકાસી શકતાપરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન તથા હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તરત જ તેની ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાનીજાણકારી પણ મળી રહેશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top