પેટા ચૂંટણી: વાવની ચૂંટણીમાં ભાજપ ઊંધા મોઢે પછડાશે? મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ હો

પેટા ચૂંટણી: વાવની ચૂંટણીમાં ભાજપ ઊંધા મોઢે પછડાશે? મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ હોવાનો ગુલાબસિંહનો દાવો! ભાજપ માટે કહ્યું કે...

11/10/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

પેટા ચૂંટણી: વાવની ચૂંટણીમાં ભાજપ ઊંધા મોઢે પછડાશે? મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ હો

Vav by-election 2024: વાવ બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો આજે અંતિમ શક્તિપ્રદર્શન કરવા જઈ રહ્યા છે. હજી થોડા જ સમય પહેલા હરિયાણાની ચૂંટણીમા ક્લીનસ્વિપ કરીને સત્તા કબજે કરનાર ભાજપના કાર્યકરો ભલે ઉત્સાહમાં હોય, પણ વાવની બેઠક ભાજપનું પાણી ઉતારી દેશે, એમ લાગે છે. અગાઉ પણ અહીં કોંગ્રેસના જાયન્ટ ગણાતા ગેનીબેન ઠાકોરે ભાજપને ફાવવા નહોતી દીધી. આ વખતે કેવું પરિણામ આવે છે, એના પર સહુની મીટ છે.


વાવ પેટાચૂંટણી: આજે કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન

વાવ પેટાચૂંટણી: આજે કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન

સ્વરૂપજી ઠાકોર 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. વાવની બહુચર્ચિત પેટાચૂંટણી માટે ભાજપે આ જ સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. સામે કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. અગાઉ એક સભામાં ખુદ ગેનીબેન ઠાકોર ખુલ્લેઆમ ગુલાબસિંહને ટિકિટ આપવા માટે ભલામણ કરી ચૂક્યા હતા. છેલ્લે 2022ની ચૂંટણીમાં ભાજપના સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે 15, 601 મતથી ચૂંટણીમાં હાર્યા હતા.

એ સાથે જ આજે, એટલે કે વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા જંગી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં સાંજે 5 કલાકે તમામ સમાજની જંગી સભા યોજાશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સવારે 10 કલાકે વાવ ખાતે માલધારી સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે. આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યાં પહેલાં બંને પક્ષો દ્વારા છેલ્લી ઘડીની તાકાત અજમાવવામાં આવશે.


વાવની પેટા ચૂંટણીમા ભાજપ સ્પર્ધામાં જ નથી કે શું?

વાવની પેટા ચૂંટણીમા ભાજપ સ્પર્ધામાં જ નથી કે શું?

થોડા દિવસ પહેલા વાવ વિધાનસભા ક્ષેત્રના માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે એવું નિવેદન કરેલું કે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ આ ચૂંટણી જંગમાં કોઈ મહત્વનો ખેલાડી નથી. તેમણે મતદારોને પણ એ મુજબની અપીલ કરતા કહેલું કે ભાજપ વિશે વિચારવાનું છોડી દો, કારણ કે ભાજપ આ વખતે કોઈ હરીફાઈમાં જ નથી. આ સંજોગોમાં જો તેઓ પોતાનો મત ભાજપને આપશે, તો એ કિંમતી મત વેડફાઈ જશે! વધુમાં, તેમણે જણાવ્યું કે મતદારો સીધા તેમનો સંપર્ક કરી શકે છે અને કોઈ મધ્યસ્થીની જરૂર નથી.

કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર પણ વાવ પેટા ચૂંટણી બાબતે ભાજપ પર આકરા પ્રહારો કરી ચૂક્યા છે. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે. વધુમાં તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ સતત પાકિસ્તાનના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ વખતે સફળ નહીં થાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top