હાર્દિક પંડ્યાની એક ભૂલ ભારે પડી ગઇ, જો આમ થયું હોત તો ભારતીય ટીમ જીતી જતી!

હાર્દિક પંડ્યાની એક ભૂલ ભારે પડી ગઇ, જો આમ થયું હોત તો ભારતીય ટીમ જીતી જતી!

01/29/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

હાર્દિક પંડ્યાની એક ભૂલ ભારે પડી ગઇ, જો આમ થયું હોત તો ભારતીય ટીમ જીતી જતી!

Hardik Pandya: રાજકોટમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડે આ મેચ 26 રનથી જીતી લીધી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 40 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી. જોકે, તે વિજય અપાવી શક્યો નહોતો. જો પંડ્યા અંત સુધી રહ્યા હોત તો ભારતીય ટીમ જીતી શકી હોત. પરંતુ તેની એક ભૂલ આખી ટીમ પર ભારે પડી ગઇ. મેચ દરમિયાન પંડ્યાએ એક સિંગલ રન ન લીધો. જે તેના અને ભારતીય ટીમ પર ભારે પડી ગયો.


જીમી ઓવરટને હાર્દિકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો

જીમી ઓવરટને હાર્દિકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો

ખરેખર હાર્દિક પંડ્યા ભારત માટે પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 35 બોલનો સામનો કરીને 40 રન બનાવ્યા. પંડ્યાની ઇનિંગમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો સામેલ હતો. 19મી ઓવરના પહેલા બૉલ પર પંડ્યા આઉટ થયો હતો. જીમી ઓવરટને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

પંડ્યા સાથે બીજા છેડે ધ્રુવ જુરેલ હતો. 18મી ઓવરના છેલ્લા બૉલ પર જુરેલે શૉટ માર્યો અને સિંગલ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાર્દિક પંડ્યા દોડ્યો નહીં. ત્યારબાદ 19મી ઓવર શરૂ થઈ અને ઓવરટને પંડ્યાને આવતાની સાથે જ આઉટ કરી દીધો. 19મી ઓવરના પહેલા બૉલ પર પંડ્યા જોસ બટલરના હાથે કેચ આઉટ થયો. જો તે અંત સુધી રહ્યો હોત તો ભારતીય ટીમ જીતી શકી હોત.


172ના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 145 પર ઢેર

172ના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ માત્ર 145 પર ઢેર

રાજકોટમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ભારતીય ટીમ આ મેચમાં ફક્ત 145 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજૂ સેમસન માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્માએ 14 બૉલમાં 24 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. તિલક વર્મા પણ 18 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top