Haryana Assembly Election Results: કોંગ્રેસ કેમ નબળી પડી ગઇ? આ છે હારના 5 મોટા કારણો!
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપની જીત થઇ છે. ભાજપે રાજ્યમાં ઐતિહાસિક હેટ્રિક લગાવી દીધી છે છે. રાજ્યમાં ભાજપે 48 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, તેને રાજ્યની 37 સીટો પર જીત મળી છે. એવામાં કોંગ્રેસ હરિયાણામાં કેમ નબળી પડી તે મોટો સવાલ છે. ચાલો જાણીએ રાજ્યમાં તેમની હારના 5 કારણો શું છે.
હરિયાણા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની છાવણીમાં ખુશીની લહેર છે. હરિયાણાના વર્તમાન સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું, 'હું લાડવાના લોકો અને હરિયાણાના 2.80 કરોડ લોકોનો આભાર માનું છું. આ જીતનો શ્રેય PM મોદીને જાય છે. હરિયાણાના લોકોએ PM મોદીની નીતિઓ પર મહોર લગાવી છે.
હરિયાણામાં 10 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ ચૂંટણીમાં લોકોના મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવામાં સફળ ન રહી.
જૂથવાદ પણ એક મોટું કારણ હોઇ શકે છે, પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો.
ભૂપિન્દર સિંહ હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સૂરજેવાલાના સમર્થકો વચ્ચે અણબનાવ જોવા મળ્યો હતો, જેનાથી લોકોમાં સારો સંદેશ ન ગયો.
હુડ્ડા, સેલજા અને સૂરજેવાલા ત્રણેય પોતાને સીએમ પદની રેસમાં આગળ જોવા માગતા હતા. પાર્ટી આ ધમાસાણથી સતત સંઘર્ષ કરતી રહી.
કોંગ્રેસે જાટ મતદારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પાર્ટીએ રાજ્યમાં દલિત મતદારોની મહત્ત્વપૂર્ણ ઉપસ્થિતિની અવગણના કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp