મુંબઈમાં ભારે વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

મુંબઈમાં ભારે વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

06/12/2021 National

SidhiKhabar

SidhiKhabar

મુંબઈમાં ભારે વરસાદ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદ (Heavy Rain in Mumbai) વરસી રહ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મુંબઈના હવામાન વિભાગ અનુસાર મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૯.૬૬ mm અને ઇસ્ટર્ન સબઅર્બન વિસ્તારમાં ૯૨.૩૮ mm વરસાદ નોંધાયો છે.

અંધેરી સબ-વેમાં પાણી ભરાયા

આજે સવારે પાંચ વાગ્યાથી મુંબઈના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે અંધેરી સબ-વેમાં (Andheri Sub way) પાણી ભરાઈ ગયું છે. જેના કારણે પોલીસે હાલ પૂરતો સબ-વે બંધ કરી દીધો છે.

બીએમસીએ એડવાઈઝરી જારી કરી, સમુદ્ર કિનારે ન જવા અપીલ

બીએમસી (BMC) તરફથી એડવાઇઝરી જારી કરીને કહેવામાં આવ્યું છે કે જો જરૂર ન હોય તો લોકો ઘરની બહાર ન નીકળે અને હાલ પોતાની ગાડી લઈને પણ રસ્તા ઉપર નહીં જાય. તેમજ લોકોને સમુદ્ર કિનારે ન જવાની પણ અપીલ કરવામાં આવી છે.

મુંબઈના સાઉથ મુંબઈ, સાઉથ સેન્ટ્રલ મુંબઈ, ઇસ્ટર્ન સબઅર્બન અને વેસ્ટર્ન લાઈન સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ વીજળી કડકી રહી છે. ઉપરાંત મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગઢ, કોંકણ અને ગોવાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.

એજન્સીઓ હાઈ-એલર્ટ પર

ભારે વરસાદની આગાહી બાદ બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કંટ્રોલ રૂમ હાઈ-એલર્ટ ઉપર રાખ્યો છે, જેથી પળેપળની જાણકારી મળી શકે અને મુશ્કેલીની સ્થિતિમાં લોકોને બચાવી શકાય. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ફ્લડ રેસ્ક્યુ ટીમ, એનડીઆરએફ, કોસ્ટલ ગાર્ડ અને નૌસેનાને પણ સતર્ક રાખવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top