કેવી છે ઈકો-ફ્રેન્ડલી ગ્રીન સિમેન્ટ ? બીજી સિમેન્ટ કરતા કેટલી મજબૂત અને ટકાઉ ?

કેવી છે ઈકો-ફ્રેન્ડલી ગ્રીન સિમેન્ટ ? બીજી સિમેન્ટ કરતા કેટલી મજબૂત અને ટકાઉ ?

06/17/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

કેવી છે ઈકો-ફ્રેન્ડલી ગ્રીન સિમેન્ટ ? બીજી સિમેન્ટ કરતા કેટલી મજબૂત અને ટકાઉ ?

ખબર નહીં તમે સાંભળ્યું છે કે નહીં પણ હાલમાં ગ્રીન સિમેન્ટની (Green cement) ખૂબ જ ચર્ચા થઇ રહી છે. JSW સિમેન્ટ, JK લક્ષ્મી સિમેન્ટ, નવરત્ન સહિત અનેક બ્રાન્ડસે તેને લોન્ચ કરી છે. પર્યાવરણીય (Environmental) રીતે આ સિમેન્ટ ટ્રેડિશનલ સિમેન્ટ કરતા સારી ગણવામાં આવે છે. લોકો તેના વિશે વાતો કરી રહ્યા છે, પણ આનો ઉપયોગ કરવાતા ખચકાઈ રહ્યા છે.


ઈકો-ફ્રેન્ડલી છે ગ્રીન સિમેન્ટ :

ગ્રીન સિમેન્ટનું નામ સાંભળીને જ સમજી શકાય છે કે, તે ઈકો-ફ્રેન્ડલી છે, પણ માત્ર નામ પર વિશ્વાસ નહીં કરી શકાય, એટલે જ તેના પક્ષમાં આંકડાઓ હોવા જરૂરી છે, જેથી સાબિત થાય કે, આ વાસ્તવમાં ઈકો-ફ્રેન્ડલી છે. વિશ્વના વિવિધ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રેડિશનલ સિમેન્ટ વિશ્વના કુલ કાર્બન ઉર્ત્સજનનો 8 ટકા ઉત્પાદન કરે છે. આ ઉર્ત્સજનનો સિમેન્ટ બનાવવાના સમયે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયામાં થાય છે.

ગ્રીન સિમેન્ટ બનાવવાની પ્રક્રિયામાં 40 ટકા થી ઓછું કાર્બન નિર્માણ થાય છે. આ જ કારણ છે કે, તેને બનાવવામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો ઉપયોગ વધુ હોય છે. એટલે કે, જે પહેલાથી જ વેસ્ટ છે, તેનાથી જ સિમેન્ટ બનાવવામાં આવે છે.


કઈ વસ્તુઓથી બને છે ગ્રીન સિમેન્ટ?

કઈ વસ્તુઓથી બને છે ગ્રીન સિમેન્ટ?

મહત્તમ ઇન્ડસ્ટ્રીઝમાં બનતા સિમેન્ટ માટે ગરમ ભટ્ટીઓનો ઉપયોગ થાય છે. આ ભટ્ટીઓમાં વસ્તુઓ અને ઉત્પાદનોને આકાર આપવામાં આવે છે. સ્ટીલથી લઈને અનેક અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં આ જ પ્રક્રિયા થાય છે. ગ્રીન સિમેન્ટ બનાવવામાં મુખ્ય રીતે ભટ્ટીઓથી નીકળતા સ્લેગ (slag)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, ઉડતી રાખ (Fly Ash)નો પણ ગ્રીન સિમેન્ટ બનાવવામાં ઉપયોગ થાય છે. આ બંને પદાર્થ પ્રદૂષણના મુખ્ય પરિબળો છે.


એટલે જ તેને બનાવવાની પ્રોસેસ એક કાર્બન નેગેટિવ પ્રોસેસ છે એટલે કે, કાર્બનને ઓછું કરવાની પ્રક્રિયામાં સિમેન્ટનું નિર્માણ થાય છે. નવી ટેક્નિકના ઉપયોગથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. જો કે, આને બનાવાવની પ્રક્રિયામાં કાર્બન નિર્માણ થાય છે, પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં.


મજબૂત છે કે નહીં ?

મજબૂત છે કે નહીં ?

સિમેન્ટનો ઉપયોગ બિલ્ડિંગ્સ, રસ્તાઓ અને ઘર બનાવવા માટે થાય છે, તો તે મજબૂત હોવી  તેની પ્રથમ પ્રાથમિકતા છે. JK સિમેન્ટના એક રિપોર્ટના અનુસાર, તેની પકડ ખૂબ જ મજબૂત હોય છે અને તે લાંબા સમય સુધી ટકી રહે છે. કહેવામાં આવે છે કે, આ સાધારણ સિમેન્ટથી 4 ગણી વધુ કાટ પ્રતિરોધક છે. મોટું નિર્માણ કરવા માટે આ સારી છે. કેમ કે, તેમાં કેલ્સિનેટેડ મીટ્ટી અને ચૂનાના પથ્થરને મિક્સ કરવામાં આવે છે. આ તત્વ પોરોસિટીને ઓછું કરવામાં મદદ કરે છે અને આ રીતે તેની શક્તિમાં વધારો થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top