Income Tax : જો તમારી વાર્ષિક 10 લાખની છે, તો પણ નહિ ચૂકવવો પડે ઇન્કમટેક્સ! જાણો શું છે બચતની નવી ફોર્મ્યુલા
01/13/2023
Business
બિઝનેસ ડેસ્ક : જો તમે ઈન્કમ ટેક્સ પેયર છો, તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતે કમાણી વધવાની સાથે ટેક્સ આપવાનો પણ વધી જાય છે. પરંતુ જો આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો વધારે સેલેરી બ્રેકેટ પર પણ કર બચત કરી શકાય છે. જો તમારો પગાર વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ છે, તો તમારે વધારે ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી સેલેરી 10.5 લાખ રૂપિયા છે, તો તમે આ સેલરી પર પણ 100% ટેક્સ બચાવી શકો છો.
જાણો કઈ રીતે ટેક્સ બચાવવો
ઉદાહરણ તરીકે, તમારો વાર્ષિક પગાર રૂ. 10.5 લાખ છે અને તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે, તો તમે 30% ટેક્સ સ્લેબમાં આવશો. ચાલો તમને જણાવીએ કે તમે ટેક્સ કેવી રીતે બચાવી શકો છો
સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે 50 હજાર રૂપિયા ઘટાડી દો
જો ટેક્સપેયર્સની વાર્ષિક આવક રૂ. 10.5 લાખ છે, તો તમને રૂ. 50,000નું સીધું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આવી સ્થિતિમાં તમારી ટેક્સેબલ ઈનકમ 10 લાખ રૂપિયા થઈ જાય છે.
ટેક્સેબલ ઈનકમ = 10,50,0000-50,000 = રૂ. 10 લાખ
80C હેઠળ 1.5 લાખની બચત કરી શકાય છે
સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ ઈનકમ ટેક્સ એક્ટ 1961ની કલમ 80સી હેઠળ તમે 1.5 લાખ રૂપિયા બચાવી શકો છો. આમાં તમે EPF, PPF, ELSS, NSCમાં રોકાણ કરી શકો છો અને તમે બે બાળકો માટે ટ્યુશન ફીના રૂપમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.
ટેક્સેબલ ઈનકમ = 10,000,000-1,50,000 = રૂ. 8.5 લાખ
80CCD હેઠળ 50 હજારનું ડિસ્કાઉન્ટ
જો તમે એનપીએસમાં વાર્ષિક રૂ. 50,000 સુધીનું રોકાણ કરો છો, તો આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80CCD હેઠળ, તમારે અલગથી ઈનકમ ટેક્સ બચાવવામાં મદદ મળે છે.
ટેક્સેબલ ઈનકમ = 8,50,000-50,0000 = રૂ. 8 લાખ
હોમ લોન છૂટ
જો તમે કોઈ હોમ લોન લીધી છે, તો તમને આવકવેરામાં છૂટનો લાભ પણ મળે છે. ઈન્કમ ટેક્સની કલમ 24B હેઠળ તમે 2 લાખ રૂપિયાના વ્યાજ પર ટેક્સ છૂટનો ક્લેમ કરી શકો છો.
ટેક્સેબલ ઈનકમ = 8,00,000-2,00,000 = રૂ. 6 લાખ
ઈન્શ્યોરન્સ પર 75 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
આવકવેરાની કલમ 80D હેઠળ, તમે વીમા પ્રીમિયમ માટે રૂ. 25,000 સુધી ડિડક્શનનો ક્લેમ કરી શકો છો. આ સિવાય જો તમે પેરેન્ટ્સ (વરિષ્ઠ નાગરિકો) માટે વીમો ખરીદો છો, તો તમને 50,000 રૂપિયા સુધીનું વધારાનું ડિડક્શન મેળવી શકો છો.
ટેક્સેબલ ઈનકમ = 6,00,000-75,000 = રૂ. 5.25 લાખ
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp