BIG BREAKING: ઈમરાનખાનની ધરપકડ! પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ! લોકો પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમા

BIG BREAKING: ઈમરાનખાનની ધરપકડ! પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ! લોકો પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા! જુઓ વિડીયો

05/09/2023 World

SidhiKhabar

SidhiKhabar

BIG BREAKING: ઈમરાનખાનની ધરપકડ! પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ! લોકો પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમા

Imran khan Arrest: સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ (સોમવારે) પાકિસ્તાનના રાવલપીંડી ખાતે આઈએસઆઈ અને પાકિસ્તાની આર્મીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે દોઢેક કલાક લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠકને અંતે સેનાના ચીફ જનરલ મુનીરે જાહેરાત કરી હતી કે મંગળવારે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે! આજે બપોરે કોર્ટમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની ધરપકડ કરવામાં આવી હતી.


પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ!

પાકિસ્તાનમાં ભારેલો અગ્નિ!

ઈમરાનની ધરપકડ પછી લાહોર, કરાંચી, રાવલપીંડી સહિત આખા પાકિસ્તાનમાં તનાવપૂર્ણ માહોલ પેદા થઇ ગયો છે. આખા પાકિસ્તાનમાં ઈમરાનની ધરપકડનાં વિરોધમાં ધરણા-પ્રદર્શનો શરુ થઇ ગયા છે. અનેક સ્થળોએ ભીડ બેકાબૂ થવાના સમાચારો પણ આવી રહ્યા છે. ઈમરાનના જમન પાર્ક ખાતેના ઘરની આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજથી જ પોલીસ અને આર્મીનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. તેમ છતાં આજે ઈમરાનની ધરપકડ બાદ મોટી સંખ્યામાં લોકો જમન પાર્ક ખાતે ધસી ગયા હતા અને સુરક્ષા દળો સાથે ઘર્ષણનાં બનાવો બન્યા હતા. પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.


લોકો પહેલી વાર લશ્કર સામે પડ્યા! ઇસ્લામાબાદમાં કર્ફ્યુ

લોકો પહેલી વાર લશ્કર સામે પડ્યા! ઇસ્લામાબાદમાં કર્ફ્યુ

પાકિસ્તાન સતત લશ્કરના લોખંડી પંજા હેઠળ દબાયેલું રહ્યું છે. પરંતુ પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે પ્રજા લશ્કરના ખૌફ્ને ગણકાર્યા વિના સડકો પર ઉતરી આવી છે! પાકિસ્તાન મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં વિરોધીઓ લાહોરમાં આર્મી કમાન્ડરોના નિવાસસ્થાન અને રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા છે. એ સાથે જ ઇસ્લામાબાદમાં ધારા 144 લાગૂ કરી દેવાઈ છે. ઈમરાનની પાર્ટીના કાર્યકરોએ ઠેર ઠેર તોડફોડ ચાલુ કરી દીધી છે. ઈમરાનની ધરપકડ બાદ પાર્ટીના નેતા શેખ રશીદે કહ્યું કે મોજૂદા શાહબાઝ શરીફની સરકાર ઈમરાનને ધીમું ઝેર આપીને મારી નાખશે!


બેકાબૂ ભીડ, પોલીસનો બળપ્રયોગ : જુઓ વિડીયો


ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તણાવ શરૂ થઈ ગયો હતો અને હવે ધીમે ધીમે આખા પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે. ઈમરાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસ દળ ભીડને કાબૂમાં લેવા એક્શન મોડમાં આવી ગયું હતું. જો કે આ પછી પોલીસે ઈમરાન ખાનના સમર્થકો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સાથે જ આ દરમિયાન ઈમરાનના વકીલ પર પણ હુમલો થયો છે, જેમાં ઘણા વકીલોને પણ ઈજા થઈ છે.

ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, એવું મનાઈ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top