બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો, સૌહાર્દ બગડવાની ભીતિ
માહિતી સામે આવી રહી છે કે ઢાકાના તાતીબજારમાં અસામાજિક તત્વોએ હિન્દુઓના દુર્ગા પૂજા પંડાલ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. દુર્ગા પૂજા પહેલા પણ આવી ધમકીઓ આપવામાં આવી હતી.બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં દુર્ગા પૂજા પંડાલમાં કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેના કારણે સમગ્ર પૂજા પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટના જૂના ઢાકાના તાતીબજારમાં બની હતી. બદમાશોએ અહીં સુશોભિત દુર્ગા પૂજા મંડપ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જેના કારણે પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. પેટ્રોલ બોમ્બ ફેંકાયા બાદ જોરદાર ધડાકો પણ સંભળાયો હતો. ઘટનાને અંજામ આપી હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.
વોઈસ ઓફ બાંગ્લાદેશ હિન્દુ નામના એક્સ એકાઉન્ટ પર આને લગતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જતો બતાવવામાં આવ્યો છે. શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્ફોટ તાતી બજારના પૂજા મંડપમાં કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp