આ રાજ્યમાં સુરક્ષાદળોના જવાનો સાથેની અથડામણમાં આટલા નક્સલવાદીઓ થયા ઢેર, જાણો સમગ્ર મામલો

આ રાજ્યમાં સુરક્ષાદળોના જવાનો સાથેની અથડામણમાં આટલા નક્સલવાદીઓ થયા ઢેર, જાણો સમગ્ર મામલો

04/02/2024 National

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યમાં સુરક્ષાદળોના જવાનો સાથેની અથડામણમાં આટલા નક્સલવાદીઓ થયા ઢેર, જાણો સમગ્ર મામલો

છત્તીસગઢના બીજાપુરમાં ફરી એકવાર સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં થયેલી અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા અને મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. ઘટના સ્થળને સુરક્ષાદળોના જવાનો દ્વારા ચારે બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.


સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો

અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને સોમવારે નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ છે. જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે ​​સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ફાયરિંગ દરમિયાન કોઈ સુરક્ષાકર્મીના ઘાયલ થયાના અહેવાલ નથી.


આ વર્ષે કુલ 37 નક્સલવાદીઓ માર્યા ગયા

આ વર્ષે કુલ 37 નક્સલવાદીઓ માર્યા ગયા

સુરક્ષાદળોના જવાનોએ જણાવ્યું હતું કે, બંને તરફથી થોડીવાર સુધી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ  સ્થળેથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક ઓટોમેટિક લાઇટ મશીન ગન, 'બેરલ ગ્રેનેડ લોન્ચર' અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. હાલ માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં બીજાપુર જિલ્લા સહિત બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 37 નક્સલવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top