રાજ્યભરમાં ચોમાસનો જામ્યો માહોલ છે ત્યારે આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આજે સવારથી સુરતમાં પણ થોડો ઘણો વરસાદ પડી ચૂક્યો છે. રાજકોટમાં આજે વહેલી સવારે થોડો જ વરસાદ પડ્યો હતો, પરંતુ તેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ગોંડલ રોડ ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયો છે, જ્યાં પાણીનું સ્તર એકથી દોઢ ફુટ સુધી પહોંચી ગયું છે.દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે મેઘરાજા ખુશ મિજાજમાં છે. વહેલી સવારથી જ બંને જિલ્લામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. લાલપુર અને ભાણવડ તાલુકામાં તો ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.
શું કહે છે અંબાલાલની આગાહી?
અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના મતે, કાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.
દક્ષિણ ગુજરાત: ભારે વરસાદ
દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ
જૂનાગઢ, જામનગર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા
અમદાવાદ: આગામી ત્રણ દિવસમાં વરસાદની શક્યતા
દરિયાકાંઠાના વિસ્તારો: ભારે વરસાદની શક્યતા
તારીખ 25-26 જૂન: દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે.
28 થી 30 જૂન: મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ આવી શકે છે.