બ્રહ્મપુત્રા પર ચીનના ડેમને લઈને ભારત એલર્ટ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહી મોટી વાત

બ્રહ્મપુત્રા પર ચીનના ડેમને લઈને ભારત એલર્ટ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહી મોટી વાત

01/08/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બ્રહ્મપુત્રા પર ચીનના ડેમને લઈને ભારત એલર્ટ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહી મોટી વાત

Rajnath Singh on Brahmaputra Dam: ભારતનો પાડોશી દેશ ચીન તિબેટ ક્ષેત્રમાં બ્રહ્મપુત્રા નદી પર એક વિશાળ ડેમ બનાવવા જઈ રહ્યો છે. ચીનની આ યોજનાને લઈને ભારત પણ સંપૂર્ણપણે સતર્ક છે. ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે આ નિવેદન આપ્યું હતું. તાજેતરમાં જ ચીને જાહેરાત કરી હતી કે તે બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી એટલે પણ મહત્ત્વની છે કારણ કે આ નદી તિબેટમાંથી નીકળીને ભારત થતા બાંગ્લાદેશ જાય છે. તે વિશ્વની 15મી સૌથી લાંબી નદી છે.


ભારતે શું કહ્યું?

ભારતે શું કહ્યું?

બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની ચીનની જાહેરાત બાદ ભારત તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ભારતે કહ્યું છે કે તે આ મામલે પોતાના હિતોની રક્ષા માટે દેખરેખ ચાલુ રાખશે અને જરૂરી પગલાં લેશે. મળતી માહિતી અનુસાર, ભારતે ચીનને વિનંતી કરી છે કે તે સુનિશ્ચિત કરે કે બ્રહ્મપુત્રાના ઉપરના વિસ્તારોમાં ગતિવિધિઓ ડાઉનસ્ટ્રીમ વિસ્તારોના હિતોને નુકસાન ન પહોંચાડે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે એક કાર્યક્રમમાં હાજરી આપતા કહ્યું હતું કે ભારત સરકાર આ મામલે સતર્ક છે. અગાઉ જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર બોલતું હતું ત્યારે લોકો તેને ગંભીરતાથી લેતા નહોતા, પરંતુ હવે જ્યારે ભારત બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે.


ચીને શું કહ્યું?

ચીને શું કહ્યું?

બીજી તરફ બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાના મામલે ચીનનું કહેવું છે કે ડેમનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ સઘન વૈજ્ઞાનિક ચકાસણીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેનાથી નદીના વહેણના નીચેના વિસ્તારોમાં સ્થિત ભારત અને બાંગ્લાદેશ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મપુત્રા નદી પરના આ ડેમનું નામ 'યારલુંગ જાંગબો' થવા જઈ રહ્યું છે. આ ડેમનો ખર્ચ 137 અબજ અમેરિકન ડૉલરથી વધુ થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top