સૌથી સસ્તો 5G iphone લોન્ચ થતાં પહેલા એપલ કંપનીનો ગ્રાહકોને મોટો ઝટકો

સૌથી સસ્તો 5G iphone લોન્ચ થતાં પહેલા એપલ કંપનીનો ગ્રાહકોને મોટો ઝટકો

03/02/2022 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

સૌથી સસ્તો 5G iphone લોન્ચ થતાં પહેલા એપલ કંપનીનો ગ્રાહકોને મોટો ઝટકો

ટેક ડેસ્ક: એપલ કંપનીના મોબાઈલ પ્રત્યેનો પ્રેમ દુનિયાના મોટાભાગના લોકોમાં જોવા મળે છે. મોબાઈલની ડીઝાઈન અને ફિચર્સને લીધે કંપનીનો ચાહકવર્ગ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આઈફોનનો ફેમ લોકોમાં એવા પ્રમાણમાં જોવા મળે છે કે એક આઈફોન ખરીદવા માટે લોકો કીડની સુદ્ધાં વેચી દે છે. એપલ કંપની સમયાંતરે નવા ફિચર્સ અને અમુક નવી ડીઝાઈનના ફોન બનાવતી રહે છે અને ફોન સિરીઝ લોન્ચ કરતી રહે છે. હાલમાં એપલ કંપનીએ પોતાના નવા 5G આઈફોન SE 3 સિરીઝનું લોન્ચિંગ કરવા જઈ રહી છે. પરંતુ લોન્ચિંગ પહેલા કંપની દ્વારા એવી જાહેરાત કરી છે જે સાંભળીને યુઝર્સને જોરદાર ઝટકો લાગ્યો છે.


કંપનીની જાહેરાત

કંપનીની જાહેરાત

માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં એપલ iPhone SE 3 લોન્ચ કરી શકે છે. લોન્ચ પહેલા આ ફોન વિશે લોકોમાં ઘણી અફવાઓ ફેલાઈ છે. એવામાં કંપની દ્વારા એવો ખુલાસો સામે આવ્યો છે,  જેનાથી ફેન્સ ચોંકી ગયા છે. એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે iPhone SE 3 લૉન્ચ થયા પછી iPhone SE 2 સ્ટોર્સ અને માર્કેટમાંથી ગાયબ થઈ શકે છે. તેમજ નવો લોન્ચ થવા જઈ રહ્યો iPhone SE 3 નો સ્ટોક ટૂંક સમયમાં ઑફલાઇન સ્ટોર્સ પર પણ જલ્દી પૂરો થઈ જશે એમ માનવામાં આવે છે.


ડિવાઇસ આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યાં છે

ડિવાઇસ આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યાં છે

સમગ્ર યુ.એસ.માં મોટા શહેરોમાં હાથ ધરવામાં આવેલા સ્ટોર્સના સર્વેક્ષણ અનુસાર કેટલાક પ્રકારોની ઇન્વેન્ટરી અને ડિવાઇસ અનુપલબ્ધતા ધરાવે છે. કેનેડાના મુખ્ય સ્ટોર્સ અને યુકેના લોકપ્રિય સ્ટોર્સ જેમ કે જ્હોન લેવિસ અને આર્ગોસમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી છે. વધુમાં, એસેસરીઝની ઉણપને લીધે યુકેમાં Appleની વેબસાઇટ દ્વારા ઓનલાઈન ડિલિવરી માટે રાહ જોવાનો સમય પણ હવે બે અઠવાડિયાથી વધુ જેટલો લંબાવાયો છે.


iPhone SE 2માં વપરાતા યુનિટ પણ માર્કેટમાં નથી મળી રહ્યાં

iPhone SE 2માં વપરાતા યુનિટ પણ માર્કેટમાં નથી મળી રહ્યાં

iMore જણાવે છે કે યુકેમાં એપલ રિટેલ સ્ત્રોતે પુષ્ટિ કરી છે કે તેમને ફેબ્રુઆરીની શરૂઆતથી ખૂબ ઓછા iPhone SE 2ના યુનિટ મળી રહ્યાં છે. જોકે આ ઊણપ ફક્ત આ જ ફોનના ડીવાઈસ સુધી મર્યાદિત છે.  જેનો અર્થ છે કે ઘટતો સ્ટોક સેમિકન્ડક્ટર શોર્ટ્સ સાથે સંબંધિત નથી.


iPhone SE 3ની કિંમત ઘટી શકે છે

iPhone SE 3ની કિંમત ઘટી શકે છે

iPhone SE 3 ની કિંમત તેના પાછલા મૉડલ કરતાં ઓછી હોવાની ધારણા છે અને તે ફરી એકવાર એ જ જૂની ડિઝાઇનના રિસાઇકલ ફોર્મમાં મળી શકે છે. ફોનની કિંમત અંદાજીત $300  ડોલર (રૂ. 22,712) હશે, જે iPhone SE 2 કરતાં $100  ડોલર (રૂ. 7,570)  સસ્તો છે. ઉપરાંત  iPhone SE 3 ફોનમાં 5G નેટવર્ક મળવાની સંભાવના છે, જે A15 બાયોનિક ચિપ દ્વારા સંચાલિત થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top