જસપ્રીત બુમરાહ સત્તાવાર રીતે આઇપીએલમાંથી બહાર, મુંબઇએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ

જસપ્રીત બુમરાહ સત્તાવાર રીતે આઇપીએલમાંથી બહાર, મુંબઇએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ

03/31/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

જસપ્રીત બુમરાહ સત્તાવાર રીતે આઇપીએલમાંથી બહાર, મુંબઇએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ

જસપ્રીત બુમરાહ સત્તાવાર રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝનમાંથી બહાર થઈ જતાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની જગ્યાએ જમણા હાથના ફાસ્ટ બોલર સંદીપ વૉરિયરને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે લેવાનો નિર્ણય કર્યો છે. 31 વર્ષીય સંદીપે અત્યાર સુધી આઈપીએલમાં માત્ર 5 મેચ રમી છે અને તે કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ રહ્યો છે.

સંદીપ વોરિયરની વાત કરીએ તો, તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પહેલેથી જ જોડાઈ ગયો છે અને 2 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચ માટે પણ ઉપલબ્ધ છે. સંદીપે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું, જ્યારે તેને શ્રીલંકાના પ્રવાસ પર T20 મેચ રમવાની તક મળી હતી.

આ સિવાય વર્ષ 2019માં સંદીપને પહેલીવાર IPLમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો, જેમાં તે અત્યાર સુધી 5 મેચ રમીને માત્ર 2 વિકેટ જ લેવામાં સફળ રહ્યો છે. T20 ફોર્મેટમાં સંદીપનો રેકોર્ડ જોવામાં આવે તો તેણે અત્યાર સુધી 68 મેચમાં કુલ 62 વિકેટ ઝડપી છે. જસપ્રિત બુમરાહ 2022 T20 વર્લ્ડ કપ પહેલા પીઠની ઈજા સામે લડતો જોવા મળે છે, જેમાં NCAમાં લાંબો સમય વિતાવ્યા પછી, તેની ઈજામાં કોઈ સુધારો ન થવાને કારણે સર્જરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી હજુ એ નક્કી નથી થયું કે જસપ્રીત બુમરાહ કેટલો સમય ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. આગામી સિઝનમાં બુમરાહની ગેરહાજરીમાં જોફ્રા આર્ચર ટીમની ફાસ્ટ બોલિંગની આગેવાની કરતો જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top