મોહમ્મદ કૈફના મતે પંડ્યા ફિટ થયો તો આ બે ખેલાડી થશે પ્લેઇંગ XIથી બહાર

મોહમ્મદ કૈફના મતે પંડ્યા ફિટ થયો તો આ બે ખેલાડી થશે પ્લેઇંગ XIથી બહાર

10/25/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

મોહમ્મદ કૈફના મતે પંડ્યા ફિટ થયો તો આ બે ખેલાડી થશે પ્લેઇંગ XIથી બહાર

ભારતીય ટીમ આ સમયે ICC વર્લ્ડ કપના વિજય રથ પર સવાર છે. ટૂર્નામેન્ટમાં સતત 5 મેચ જીતીને ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં નંબર વન પોઝિશનમાં છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી મેચમાં ભારતેને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થવાથી મોટો ઝટકો લાગ્યો હતો. તેના કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મોહમ્મદ શમીને ચાંસ આપવામાં આવ્યો હતો, જ્યારે શાર્દૂલ ઠાકુરને બહાર કરીને સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપવામાં આવી હતી.


પંડ્યા ફિટ થયો તો ટીમમાં થશે બદલાવ

પંડ્યા ફિટ થયો તો ટીમમાં થશે બદલાવ

ICC વન-ડે વર્લ્ડ કપમાં વિજય રથ પર સવાર ભારતીય ટીમે આગામી મેચ હાલની ચેમ્પિયન ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમવાની છે. ભારતે અત્યાર સુધી બધુ 5 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડની હાલત ખરાબ છે અને 4 માંથી માત્ર 1 જ મેચ જીતી છે. છતાં ભારતીય ટીમ ઇંગ્લિશ ટીમ વિરુદ્ધ કોઇ જોખમ ઉઠાવવા નહીં માગે. જો હાર્દિક પંડ્યા ફિટ થઇ જાય છે તો પછી પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ જરૂર થશે. સવાલ મોહમ્મદ શમી પર જઇને ટકી ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વિકેટ લઇને શાનદાર વાપસી કરી હતી. આ ધમાકેદાર પ્રદર્શ બાદ તેને બહાર કરવાનો નિર્ણય સાહસિક નિર્ણય હશે.


મોહમ્મદ કૈફે શું કહ્યું?

મોહમ્મદ કૈફે શું કહ્યું?

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફનું માનવું છે કે ભલે મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 5 વિકેટ લીધી હોય, પરંતુ હાર્દિક પંડયા ફિટ થઇને પરત ટીમમાં ફરે છે તો તેણે બહાર બેસવું પડી શકે છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે થયેલી મેચ દરમિયાન તેમણે કમેન્ટ્રી કરતાં કહ્યું કે જો આગામી મેચ માટે હાર્દિક પંડ્યા ફિટ થઇ જાય છે તો પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો જરૂર હશે. એવામાં શાર્દૂલ પણ વાપસી કરશે અને મોહમ્મદ શમીને બહાર બેસવું પડશે. સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ ઇલેવાનથી બહાર થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top