માતાનું એ અદ્ભુત મંદિર જ્યાં બલિ આપ્યા બાદ બકરી જીવિત થઇ જાય છે

માતાનું એ અદ્ભુત મંદિર જ્યાં બલિ આપ્યા બાદ બકરી જીવિત થઇ જાય છે

10/10/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

માતાનું એ અદ્ભુત મંદિર જ્યાં બલિ આપ્યા બાદ બકરી જીવિત થઇ જાય છે

મા ભવાનીના મંદિરમાં કોઇ પણ બકરીની બલિ આપવામાં આવે, તેમાં તમારી સામે બકરીનું મોત થાય પરંતુ થોડા જ સમયમાં બકરી ઉઠીને ચાલવા લાગે તો તમે શું વિચારશો? હવે તેને અશ્ચર્ય કહો કે શ્રદ્વા, બિહારના કેમૂર જિલ્લામાં પંવરા પહાડી પર મા મુંડેશ્વરી ભવાની મંદિરમાં એવું જ થાય છે. અહીં માતા ક્યારેય લોહીની બલિ લેતા નથી.

વાસ્તવમાં તેમને બલિ ચઢાવવાની પદ્ધતિ પણ અનોખી છે. અહીં બકરીની બલિ આપવા માટે તલવાર કે છરીનો ઉપયોગ કરવામાં આવતો નથી. અહીં માતાના દરબારમાં અક્ષત ફેંકતાની સાથે જ બકરીનું મોત થઇ જાય છે અને જો અક્ષતને ફરીથી ફેંકવામાં આવે તો બકરી પણ જીવતી થઈ જાય છે. આ મંદિર અને આ સ્થળની વિગતો દુર્ગા માર્કંડેય પુરાણના સપ્તશતી વિભાગમાં મળે છે.

આ મહાન ગ્રંથ અનુસાર એક સમયે ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસોનો અત્યાચાર એટલો વધી ગયો કે માતા ભવાનીએ અહીં આવવું પડ્યું. જ્યારે મહિષ પર સવાર ભવાનીએ ચંડનો વધ કરી નાખ્યો, ત્યારે મુંડ પંવરાની ટેકરી પર જઇને સંતાઈ ગયો. જો કે, ભવાનીએ તેને શોધી કાઢ્યો અને તેનો પણ વધ કરી નાખ્યો. ત્યારબાદ માતા અહીં એજ સ્વરૂપમાં બિરાજે છે. એમ કહેવાય છે કે માતાની મૂર્તિ એટલી તેજસ્વી છે કે કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી મૂર્તિ પર નજર રાખી શકતો નથી.


બલિ આ રીતે અપાય છે

બલિ આ રીતે અપાય છે

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી છે. આખા વર્ષે લોકો અહીં માતાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા આવે છે. જ્યારે લોકોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે, ત્યારે તેઓ માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવે છે અને માતાને બલિ આપે છે. પૂજારીના જણાવ્યા અનુસાર, દેવી માતાને બકરીની બલિ ચઢાવવાની પરંપરા છે, પરંતુ અહીં ક્યારેય કોઈ રક્તપાત થતો નથી. વાસ્તવમાં, દેવી માતાની સામે એક બલિની બકરી લાવવામાં આવે છે અને મંત્રના પાઠ સાથે, પૂજારી અક્ષતને બકરા પર ફેંકે છે.


અક્ષતને નાખતા જ બકરી જીવતી થઈ જાય છે

અક્ષતને નાખતા જ બકરી જીવતી થઈ જાય છે

આ અક્ષતની અસરથી બકરી તરત જ બેભાન થઈને જમીન પર પડી જાય છે અને તેનો શ્વાસ બંધ થઈ જાય છે. ત્યારબાદ, પૂજાની બાકીની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને અંતે અક્ષત ફરીથી બકરી પર નાખવામાં આવે છે. આ વખતે, અક્ષતના પ્રભાવને લીધે, બકરી ઉભી થઈ અને ડગમગતી બહાર જતી રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ફક્ત થોડા લોકો જ બલ આપે છે, પરંતુ બલિની આ પરંપરાને જોવા માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top