થપ્પડ કાંડ પર અન્નુ કપૂરની કમેન્ટ પર કંગના રણૌતે આપી પ્રતિક્રિયા, જાણો શું બોલ્યા
એક્ટ્રેસમાંથી પોલિટિશિયન બનેલા કંગના રણૌત Kangana Ranaut) લોકસભાની ચૂંટણીમાં ભારે મતથી જીત હાંસલ કર્યા બાદ થપ્પડ કાંડને લઈને ખૂબ લાઇમલાઇટમાં રહ્યા. થપ્પડ કાંડ પર કંગના રણૌતને ઘણા બોલિવુડ સેલિબ્રિટીઓ તરફથી સપોર્ટ પણ મળ્યો, પરંતુ હાલમાં જ એક્ટર અન્નુ કપૂરે કંગનાના થપ્પડ કાંડ પર એવી કમેન્ટ કરી દીધી, જેણે લોકોને કન્ફ્યૂઝ કરી દીધા હતા. એક ઇવેન્ટ દરમિયાન અન્નુ કપૂર (Annu Kapoor)ને કંગનાના થપ્પડ કાંડ બાબતે પૂછવામાં આવ્યું હતું. જ્યાં અન્નુ કપૂરે કંગનાને ઓળખાવાનો ઇનકાર કરી દીધો હતો. તેના પર કંગના રણૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
કંગના રણૌતે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક વીડિયો ક્લિપ શેર કરી છે. વીડિયોમાં અન્નુ કપૂર, કંગનાના થપ્પડ કાંડ પર બોલતા નજરે પડી રહ્યા છે. આ ક્લિપ પર એક્ટ્રેસે લખ્યું કે, ‘શું તમે અન્નુ કપૂરજીથી સહમત છો કે આપણે એક સફળ મહિલાને નફરત કરીએ છીએ, જો એ સુંદર છે તો તેનાથી વધારે નફરત કરીએ છીએ અને જો તે તાકતવાન છે તો તેનાથી પણ વધારે નફરત કરીએ છીએ? શું એ સત્ય છે?
અન્નુ કપૂરને નવી ફિલ્મ ‘હમારે બારહ’ની ઇવેન્ટમાં કંગના રણૌત બાબતે પૂછવામાં આવ્યું હતું. જ્યાં અન્નુ કપૂરે કહ્યું કે, કંગનાજી કોણ છે? કૃપયા બતાવો ને કોણ છે? જાહેર છે તમે પૂછી રહ્યા છે તો કોઈ મોટી હીરોઈન હશે? સુંદર છે? અન્નુ કપૂરના એમ કહેવા પર જ્યારે તેમને ઇવેન્ટમાં મીડિયાકર્મી પાસે જવાબ મળ્યો કે, હવે તેઓ સાંસદ છે, તો એક્ટરે આગળ કહ્યું કે, ઓહો તે પણ થઈ ગઈ, અત્યારે તો ખૂબ પાવરફૂલ થઈ ગઈ છે. પછી અન્નુ કપૂરે કહ્યું કે, મને પહેલાથી જ નફરત છે કે તે સુંદર છે કેમ કે હું નથી, ઉપરથી તે પાવર રાખે છે અને તમે મને કહી રહ્યા છો કે કોઈ અધિકારીએ તેમને થપ્પડ મારી? એવામાં મને લાગે છે કે તેમણે આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.
#KanganaRanaut थप्पड़ कांड पर #AnnuKapoor ने दिया जवाब... मीडिया ने सवाल पूछा तो कहा- ये कंगना जी कौन हैं, सुंदर हैं क्या? pic.twitter.com/vx6YtBov7C — NBT Entertainment (@NBTEnt) June 21, 2024
#KanganaRanaut थप्पड़ कांड पर #AnnuKapoor ने दिया जवाब... मीडिया ने सवाल पूछा तो कहा- ये कंगना जी कौन हैं, सुंदर हैं क्या? pic.twitter.com/vx6YtBov7C
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp