કંગના રણૌતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી

કંગના રણૌતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી

08/27/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

કંગના રણૌતને મળી માથું ધડથી અલગ કરવાની ધમકી

હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી બીજેપી સાંસદ કંગના રણૌતને ફરી ધમકી મળી છે. અભિનેત્રીને આ ધમકી તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ઇમરજન્સી'ને લઈને મળી છે. અભિનેત્રીને એક વીડિયો મેસેજમાં ધમકી આપવામાં આવી છે. આ વીડિયો મેસેજમાં સિખોનું એક જુથ બેઠુ નજરે પડી રહ્યું છે અને અભિનેત્રીને ચપ્પલ વડે મારવાની ધમકી આપતું જોવા મળે છે. કંગનાને ધમકી આપતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર હવે અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.


ચપ્પલથી મારીશું

ચપ્પલથી મારીશું

વાયરલ વીડિયોમાં એક સિખ ગ્રુપ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આ લોકો કહી રહ્યા છે - 'તમે આ ફિલ્મ રીલિઝ કરશો તો સરદારોએ તો તમને થપ્પડ મારવી પડશે, લાફો તો તમે પહેલા જ ખાઈ ચૂક્યા છો. મને પોતાના દેશ પર વિશ્વાસ છે. હું ગર્વિત સિખ છું અને ગર્વ મરાઠી પણ છું. હું જાણું છું કે માત્ર સિખ જ નહીં, મરાઠી, ખ્રિસ્તી અને હિન્દુ પણ તમને થપ્પડ મારશે. જ્યારે આપણે માથું કપાવી શકીએ છીએ, તો કાપી શકીએ છીએ. કંગના રણૌતને ધમકી આપતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


શું થઈ રહ્યું છે દેશમાં?

આ વીડિયો રાહુલ ચૌહાણ નામના યુઝરે ટ્વીટ કર્યો છે. તેણે લખ્યું- 'આપણા દેશમાં શું થઈ રહ્યું છે? લોકો ખુલ્લેઆમ બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને ધમકી આપી રહ્યા છે. આ ફિલ્મમાં માત્ર ઈતિહાસમાં શું થયું તે દર્શાવવામાં આવ્યું છે. શું આયર્ન લેડીની કહાનીને પડદા પર ઉતારવી ખોટું છે?


કંગનાએ પ્રતિક્રિયા આપી

કંગનાએ પ્રતિક્રિયા આપી

કંગનાએ આ ટ્વીટને રીટ્વીટ કરી છે. આ સાથે તેમણે DGP મહારાષ્ટ્ર, હિમાચલ પોલીસ અને પંજાબ પોલીસને ટેગ કરીને લખ્યું- તમે તેને જુઓ. ઉલ્લેખનીય છે કે, કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી' પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ઈમરજન્સી પર આધારિત છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ ફિલ્મમાં કંગના લીડ એક્ટ્રેસ છે અને ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું તેમણે જ કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top