સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો શખ્સ અને અભિનેતા પર છરીથી કર્યો હુમલો, લીલાવતી હૉસ્પિટલમાં એડમિટ

સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો શખ્સ અને અભિનેતા પર છરીથી કર્યો હુમલો, લીલાવતી હૉસ્પિટલમાં એડમિટ

01/16/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો શખ્સ અને અભિનેતા પર છરીથી કર્યો હુમલો, લીલાવતી હૉસ્પિટલમાં એડમિટ

Saif Ali Khan: બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન પર ધારદાર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આરોપીએ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેને છરીથી ઘા કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલામાં સૈફ અલી ખાન ઇજાગ્રસ્ત થયો છે. ત્યારબાદ તેને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આરોપી ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસ્યો હતો. આ દરમિયાન તેનો સામનો સૈફ અલી ખાન સાથે થઇ ગયો. આ હુમલામાં બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત થયા બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


પોલીસે મામલાની માહિતી આપી હતી

પોલીસે મામલાની માહિતી આપી હતી

આ ઘટનાની માહિતી ખુદ મુંબઈ પોલીસે આપી છે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI)ના અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું કે, એક આરોપી સૈફ અલી ખાનના ઘરમાં તીક્ષ્ણ છરી સાથે ઘૂસ્યો અને તેના પર હુમલો કર્યો. જેમાં સૈફ અલી ખાન ઈજાગ્રસ્ત થયો છે. સૈફ અલી ખાનને સારવાર માટે મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું કે આ કેસની સંપૂર્ણ માહિતી તપાસ બાદ જ બહાર આવશે.

પોલીસે જણાવ્યું કે, આરોપી ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. પરંતુ આ દરમિયાન ઘરની નોકરાણીએ તેને જોયો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. ચોરની નોકરાણી સાથે ઝપાઝપી થઈ, જેને જોઈને સૈફ અલી ખાને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સૈફ અલી ખાનને પગમાં ઈજા થઈ હતી. જોકે આ ઇજાઓ બહુ ગંભીર નથી. સૈફ અલી ખાન ટૂંક સમયમાં સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી શકે છે. જો કે હૉસ્પિટલ તરફથી હજુ સુધી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી.


વિલનની ભૂમિકામાં સૈફ અલી ખાન હિટ બન્યો

વિલનની ભૂમિકામાં સૈફ અલી ખાન હિટ બન્યો

સૈફ અલી ખાન છેલ્લા કેટલાક સમયથી વિલનની ભૂમિકામાં હિટ રહ્યો છે. તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ દેવરામાં સૈફ અલી ખાન સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ સૈફ અલી ખાનના હાથમાં 10 થી વધુ ફિલ્મો છે જે આગામી રીલિઝ માટે તૈયાર છે. IMDB અનુસાર, રેસ-4, દેવરા-2, સ્પિરિટ, ગો ગોવા ગોન-2 જેવી ફિલ્મો સૈફનાં ખાતામાં છે. આ ફિલ્મોનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હવે જોવાનું એ રહેશે કે સૈફ અલી ખાન કઈ ફિલ્મમાં સોઉથી પહેલા સ્ક્રીન પર પોતાની એક્ટિંગની કળા દેખાડતો નજરે પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top