સુરત: યુવકે 14 વર્ષીય કિશોરીને ગર્ભવતી બનાવી દેતા ચકચાર, આ રીતે ભાંડો ફૂટ્યો
Surat News: સુરતમાં એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેની ભોળાશનો ફાયદો ઉઠાવીને ગર્ભવતી કરી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, સચિન-નવસારી રોડના લાજપોર ગામ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરીને ગર્ભવતી બનાવી દેવાની ઘટના સામે આવી છે. કિશોરીએ આઠમાં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
કિશોરીના માતા-પિતા ન હોવાથી લગભગ છેલ્લા એક વર્ષથી પરિણીત બહેન સાથે રહે છે. આ કિશોરીને પિયુષ રમેશભાઈ રાઠોડ નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગભગ 6 મહિના અગાઉ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. છેલ્લા સાતેક દિવસથી કિશોરીને પેટમાં દુઃખાવો થતો હતો અને 2 મહિનાથી માસિક પણ ન આવી હતી. આ અંગે તેણે મોટી બહેનને જાણ કરી હતી. જેથી મોટી બહેન કિશોરીને આશાવર્કર પાસે લઇ ગઈ હતી અને ત્યાંથી સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને પછી નવી સિવિલ હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી.
અહીં ચેકઅપ બાદ ડૉક્ટરોએ કિશોરીને 2 મહિનાનો ગર્ભ હોવાનું કહેતા બહેન અને બનેવી ચોંકી ગયા હતા. ત્યારબાદ આ બંનેએ કિશોરીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે લાજપોર ગામમાં રહેતો પિયુષ રાઠોડ નામનો યુવક સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ છે. તે લગ્નની લાલચ આપીને ઘરે કોઈ ન હોય ત્યારે મળવા આવતો હતો અને એક વખત ખેતરમાં લઇ જઈને શારિરીક સંબંધ બાંધ્યા હોવાની વાત કહી હતી. આ મામલે હવે પિયુષ સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp