યુઝવેન્દ્ર ચહલે પોતે ધનશ્રી સાથે છૂટાછેડાનો પુરાવો આપ્યો! બોલ્યો- 'તેનાથી મારા પરિવારને...'
Yuzvendra Chahal: ભારતીય ટીમનો ખેલાડી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી આ દિવસોમાં તેમના અંગત જીવનને લઇને લાઇમલાઇટમાં છે. છેલ્લા કેટલાક સમયથી આ કપલના અલગ થવાના સમાચાર આવી રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક-બીજાને અનફોલો કરી દીધા છે. એટલું જ નહીં, ચહલે ઇન્સ્ટાગ્રામ પરથી ધનશ્રી સાથેના ફોટા પણ હટાવી દીધા છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે, ચહલે એક પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઇ રહી છે. તેણે લખ્યું છે- મને ખેલાડી હોવાનો ગર્વ છે, હું એક પુત્ર, ભાઇ અને મિત્ર પણ છું. ચહલે પોતાની પોસ્ટમાં છૂટાછેડાના સમાચાર પર સીધી પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેણે કંઇક એવું લખ્યું છે કે તેની પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે.
ચહલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, 'હું મારા બધા ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પરંતુ આ યાત્રા હજુ પૂરી થઇ નથી!!! કારણ કે મારા દેશ, મારી ટીમ અને મારા ચાહકો માટે હજુ ઘણી અવિશ્વસનિય ઓવરો બાકી છે!!! મને ખેલાડી હોવાનો ગર્વ છે, હું એક પુત્ર, ભાઇ અને મિત્ર પણ છું.
તેણે વધુમાં લખ્યું કે, 'હું તાજેતરની ઘટનાઓ, ખાસ કરીને મારા અંગત જીવન વિશે લોકોની જિજ્ઞાસાને સમજું છું. જોકે, મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઇ છે જેમાં અમુક બાબતો પર અનુમાન લગાવવામાં આવ્યું છે જે સાચી પણ હોઇ શકે છે અને ન પણ હોઇ શકે. એક પુત્ર, ભાઇ અને મિત્ર તરીકે, હું દરેકને વિનંતી કરું છું કે તેઓ આ અટકળોમાં ન પડે કારણ કે તેનાથી મને અને મારા પરિવારને ભારે દુઃખ થયું છે. મારા કૌટુંબિક મૂલ્યોએ મને હંમેશાં શીખવ્યું છે કે દરેકનું ભલું ઇચ્છવું અને શૉર્ટકટ લેવાને બદલે સમર્પણ અને સખત મહેનત દ્વારા સફળતા માટે પ્રયત્નશીલ રહેવું, અને હું આ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું. દૈવી આશીર્વાદથી, હું હંમેશાં તમારો પ્રેમ અને ટેકો મેળવવાનો પ્રયત્ન કરીશ, સહાનુભૂતિ નહીં.
ધનશ્રીએ ઇન્સ્ટા લખ્યું હતું કે,- 'છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર અને મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ખરેખર ચિંતાજનક બાબત એ છે કે પાયાવિહોણા લખાણો, તથ્યોની તપાસ વિના, અને નફરત ફેલાવનારા ફેસલેસ ટ્રોલ્સે મારું કેરેક્ટર ખરાબ કર્યું. મેં મારું નામ અને પ્રામાણિકતા બનાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન નબળાઇની નહીં, પણ શક્તિની નિશાની છે. ઓનલાઇન સરળતાથી ફેલાય છે, બીજાની સફળતા માટે હિંમત અને કરુણા જરૂરિયાત હોય છે.' હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારા મૂલ્યો પ્રત્યે સાચા રહીને આગળ વધવાનું પસંદ કરું છું. સ્પષ્ટતા આફવાની જરૂરિયાત નથી. ઓમ નમઃ શિવાય.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp