તારક મેહતાનો 'સોઢી' હૉસ્પિટલમાં એડમિટ, ગુરુચરણ સિંહે શેર કર્યો વીડિયો
Gurucharan Singh Hospitalised: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટી.વી. એક્ટર ગુરચરણ સિંહની તબિયત સારી નથી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ગુરુચરણ IV ડ્રીપ લેતો જોવા મળે છે. તેણે ખુલાસો કર્યો કે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેની હાલત જોઈને ચાહકો ચિંતામાં છે. ગુરુચરણ સિંહે જે વીડિયો શેર કર્યો છે તે હૉસ્પિટલનો છે, જેમાં તે બેડ પર સૂતો નજરે પડી રહ્યો છે, તેના હાથમાં IV ડ્રિપ છે. વીડિયોમાં તે કહે છે, 'તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.' તેણે કહ્યું કે તેની સાથે શું થયું છે તે ટૂંક સમયમાં જ જણાવશે. આ સાથે તેણે ચાહકોને ગુરુ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પોતાના વીડિયોની સાથે તેણે કેપ્શન લખ્યું કે- 'કલ ગુરુ પર્વ તે ગુરુ સાહેબ જી ને મેં નવા જીવન બક્ષિયા, ગુરુ સાહેબ જી નુ અસીમિત અનંત કાલ ધનવાદ જી તે એપ સારિયા નુ જિન્ના દે ગુરુ સાહેબ જી દી કિરપા સદકે આજ્જ આપ જી દે સામને જિંદા હા, સબનું દિલો નમકાર તે ધનવાદ સબકો ધન્યવાદ.
ગુરુચરણનો આ વીડિયો તેના ચાહકોને પરેશાન કરી રહ્યો છે. બધા પૂછી રહ્યા છે કે તેને શું થયું છે અને તેને હૉસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તે એકદમ પાતળો પણ દેખાય છે. દરેક વ્યક્તિ તે જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
View this post on Instagram A post shared by Gurucharan Singh official (@sodhi_gcs)
A post shared by Gurucharan Singh official (@sodhi_gcs)
વર્ષ 2024માં ગુરુચરણ સિંહ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તે લગભગ એક મહિના સુધી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. અભિનેતા એક મીટિંગમાં હાજરી આપવા માટે દિલ્હીમાં તેના ઘરેથી નીકળ્યો હતો અને લાંબા સમય સુધી પાછો ફર્યો નહોતો. ત્યારબાદ તેના પિતાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જો કે, ગુરુચરણ એક મહિના બાદ પાછો ફર્યો હતી, જેનાથી તેના ચાહકોને ખૂબ રાહત મળી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp