IPO ખૂલવા અગાઉ કંપનીએ ભેગા કર્યા 765 કરોડ, GMP પણ પોઝિટિવ, આજથી ખુલ્લો

IPO ખૂલવા અગાઉ કંપનીએ ભેગા કર્યા 765 કરોડ, GMP પણ પોઝિટિવ, આજથી ખુલ્લો

10/31/2023 Business

SidhiKhabar

SidhiKhabar

IPO ખૂલવા અગાઉ કંપનીએ ભેગા કર્યા 765 કરોડ, GMP પણ પોઝિટિવ, આજથી ખુલ્લો

મમાઅર્થ (Mamaearth IPO)ના IPOનો ઇંતજાર ખતમ થઈ રહ્યો છે. પેરેન્ટ કંપની હોનસા કન્ઝ્યૂમર લિમિટેડનો IPO આજથી એટલે કે 31 ઓક્ટોબરથી ઓપન થઈ રહ્યો છે. એન્કર રોકાણકારોના માધ્યમથી કંપનીને સારા સમાચાર મળ્યા છે. હોનસા કન્ઝ્યૂમર લિમિટેડે 49 એન્કર રોકાણકારોના માધ્યમથી 765.20 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. કંપનીએ તેના બદલે 2.36 કરોડ શેર અલોટ કર્યા છે. ગ્રે માર્કેટથી પણ પોઝિટિવ સંકેત મળ્યા છે.


શું છે પ્રાઇઝ બેન્ડ?

હોનસા કન્ઝ્યૂમર લિમિટેડના IPOની સાઇઝ 17,001 કરોડ રૂપિયાની છે. કંપની ફ્રેશ ઇશ્યૂના માધ્યમથી 365 કરોડ રૂપિયા ભેગા કરશે. તો ઓફર ફોર સેલ (OFS)ના માધ્યમથી 4.12 કરોડ શેર જાહેર કરશે. હોનસા કન્ઝ્યૂમર લિમિટેડ IPOની પ્રાઇઝ બેન્ડ 308 રૂપિયાથી 324 રૂપિયા પ્રતિ શેર સુધી કરવામાં આવી છે. કંપનીએ એક લોટમાં 46 શેર રાખ્યા છે, જેના કારણે કોઈ પણ રોકાણકારે ઓછામાં ઓછા 14,904 રૂપિયા દાવ પર લગાવવા પડશે. કોઈ પણ રિટેલ રોકાણકાર વધુમાં વધુ 14 લોટ પર એક વર્ષમાં દાવ લગાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ કર્મચારીઓ માટે 30 રૂપિયા પ્રતિ શેરના હિસાબે ડિસ્કાઉન્ટ આપ્યું છે.


ગ્રે માર્કેટ પોઝિટિવ:

ગ્રે માર્કેટ પોઝિટિવ:

મમાઅર્થના IPO માટે સારી વાત એ છે કે ગ્રે માર્કેટ પણ પોઝિટિવ નજરે પડી રહી છે. ટોપ શેર બ્રોકરના રિપોર્ટ મુજબ, કંપનીના ગ્રે માર્કેટમાં આજે 7 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીના પ્રમોટર્સની હિસ્સેદારી IPO બાદ 37.41 ટકાથી ઘટીને 35.34 ટકા થઈ જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top