સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઇને વહેલી સવારથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં, ખાસ કરીને ફૂલપાડા વિસ્તારમાં, વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની બહાર પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી પડી રહી છે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચોમાસા અગાઉના કામોમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ છે, જેના પરિણામે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ડાંગમાં 9.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય વલસાડ, નવસારી, તાપીમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય કપરાડામાં સાડા નવ ઈંચ, વઘઈમાં 7.7 ઈંચ, સુબીરમાં 7.1 ઈંચ, ધરમપુરમાં 6.6 ઈંચ, વાંસદામાં 6.6 ઈંચ, ધરમપુરમાં 6.6 ઈંચ, ખેરગામમાં 4.8 ઈંચ, ડોલવણમાં 4.1 ઈંચ, માણસામાં 3.9 ઈંચ, સુત્રાપાડામાં 3.8 ઈંચ, પાટણ વેરાવળમાં 3.7 ઈંચ, દહેગામમાં 3.6 ઈંચ, પારડીમાં 3.5 ઈંચ, ગોધરામાં 3.4 ઈંચ, વાપીમાં 3.3 ઈંચ, ગાંધીનગરમાં 3 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ, કપડવંજમાં 2.8 ઈંચ, સાગબારામાં 2.8 ઈંચ, કોડીનારમાં 2.7 ઈંચ, તારાપુરમાં 2.5 ઈંચ, અમદાવાદ શહેરમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સિવાય નિઝરમાં 2.5 ઈંચ, કઠલાલમાં 2.3 ઈંચ, ગીરગઢડામાં 2.3 ઈંચ, નડિયાદમાં 2.3 ઈંચ, ઉમરગામ, વલસાડમાં 2.2 ઈંચ, પ્રાંતિજમાં 2.1 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, વિજાપુરમાં 2 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ , મોરવાહડફમાં 2 ઈંચ, ધોળકામાં 2 ઈંચ, નસવાડીમાં 1.9 ઈંચ, ઉનામાં 1.9 ઈંચ, હિંમતનગરમાં 1.8 ઈંચ, વાલોડમાં 1.8 ઈંચ, ડેડિયાપાડામાં 1.8, વસોમાં 1.8 ઈંચ તાલાલામાં 1.7 ઈંચ ઈડરમાં 1.6 ઈંચ ખેરાલુમાં 1.6 ઈંચ, સંખેડામાં 1.6 ઈંચ, કેશોદમાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.5 ઈંચ,બાવળામાં 1.5 ઈંચ, છોટાઉદેપુરમાં 1.5 ઈંચ, માતરમાં 1.4 ઈંચ, પાદરામાં 1.4 ઈંચ, બોરસદમાં 1.4 ઈંચ,મહેમદાવાદમાં 1.4 ઈંચ, તલોદમાં 1.4 ઈંચ, વિસનગર, કલોલ, દસક્રોઈમાં 1.3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
જે ડેમો હાઇએલર્ટ પર છે તેમાં રાજુલાનો ધાતરવાડી ડેમ, સવારકુંડલાનો સૂરજવાડી ડેમ, મહુવાના રોજકી અને બગડ ડેમ, ગઢડાના ભીમદાદ, ચૂડાનો વાંસલ ડેમ, સાયલાનો લીમ ભોગાવો-1, મૂલીનો સબૂરી ડેમ અને વઢવાણનો ધોળીધજા ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે ઉમરાળાનો રંધોળા ડેમ 99.65 ટકા ડેમ ભરાઈ ગયો છે.
તો રાજ્યના અન્ય ડેમોની વાત કરીયે તો ધરોઇ ડેમ 38.24 ટકા, સીપૂ ડેમ 3.94 ટકા, દાંતીવાડા ડેમ 9.69 ટકા, હાથમતી ડેમ 29.90 ટકા, સુખી ડેમ 74.29 ટકા, વાત્રક ડેમ 47.90 ટકા, મચ્છુ- ડેમ 30.44 ટકા, કડાણા ડેમ 33.32 ટકા, પાનમ ડેમ 54.02 ટકા, કરજણ ડેમ 48.01 ટકા, ભાદર ડેમ 38.54 ટકા, ઉકાઈ ડેમ 41.95 ટકા, ઉંડ-1 ડેમ 23.61 ટકા, દમનગંગા ડેમ 30.01 ટકા, બ્રહ્માણી ડેમ 82.63 ટકા, મચ્છુ-2 8.68 ટકા, શેત્રુંજી ડેમ 94.52 ટકા ભરાયા છે.